વંથલીનાં ઝાપોદડ ગામે મકાનમાં તસ્કરોનો હાથફેરો, રૂા.પપ હજારના મુદામાલની ચોરી

0

વંથલી તાલુકાનાં ઝાપોદડ ગામનાં કમલેશભાઈ જેન્તીલાલ ત્રિવેદી (ઉ.વ.૪૦)એ પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે ફરીયાદી બહારગામ ગયેલ હોવાથી આ કામના આરોપીએ રાત્રીના સમયે તેના મકાનના તથા કબાટનું તાળુ તોડી સોનાની કાનની કડી તથા સોનાના નાકના દાણાઓ નંગ-૦૪ તથા સોનાનાં કડલા જાેડી નંગ-૧ તથા સોનાની છીપુ વાળી બંગળી નંગ ૦૩ તથા સોનાનો સેટ એક ગ્રામ વાળો તથા સોનાનું ગણપતીનું પેન્ડલ -૦૧ મળી કુલ સોનુ અઢી તોલા કી.રૂા.પ૦,૦૦૦/- તથા ચાંદીના સાંકળા જાેડી- ૦૧ તથા ચાંદીનો લક્ષ્મીજીનો સીકકો નંગ-૦૧ જે મળી કી.રૂા.૧૦૦૦/- તથા રોકડા રૂા.૪૦૦૦/- મળી કુલ કી.રૂા.પપ,૦૦૦/- ની કોઈ અજાણ્યો ઈસમ રાત્રીના સમયે ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.કે.ચાવડા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!