વંથલી : થેલીમાં રાખેલા રૂા.ર૪,પ૦૦ની ચોરી

0

વંથલી તાલુકાનાં નાવડા ગામનાં ગોરધનભાઈ લાલજીભાઈ કાચા પોલીસમાં એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદી તેઓની જમીનમાં વાવેલ માંડવી ઉપાડેલ હોય તેના પૈસા મજુરોને ચુકવવાનાં હોય જેથી વંથલી ખાતે આવેલ એસબીઆઈ બેંક ખાતે રૂપિયા ર૪,પ૦૦/- ઉપાડી એસબીઆઈ બેંકની પાસબુકમાં એન્ટ્રી પડાવવા મશીનની બાજુમાં લાઈનમાં ઉભેલ હતા ત્યારે ફરીયાદીએ કપડાની થેલીમાં રાખેલ રોકડા રૂપિયા લઈ અજાણ્યા ઈસમો કાપડની થેલી ફાડી ચોરી કરી લઈ જઈ ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનનાં હે.કો. એસ.ડી. સોંદરવા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!