જૂનાગઢમાં આઈપીએલની ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા ઝડપાયા

0

જૂનાગઢ ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ ડી.જી.બડવા અને સ્ટાફ દ્વારા ચોકકસ બાતમીના આધારે જીઆઈડીસી-ર ખાતે આવેલા ભરત એન્ટરપ્રાઈઝ નામના કારખાનામાં રેઈડ કરતાં ભરત ઉર્ફે પુઠો અરૂણભાઈ લાખાણી, મનિષ ઉર્ફે એમ.એમ.મારવાડી ઉર્ફે ગોવીંદભાઈ મહેશ્વરી મારવાડીને ઝડપી લેવામાં આવેલ છે. આરોપી નં.૧નાએ પોતાનાં કબજા ભોગવટાનાં કારખાનામાં મોબાઈલ ફોનના માધ્યમથી આઈપીએલની ક્રિકેટ ટીમ મુંબઈ ઈન્ડિયન તથા રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાતી ક્રિકેટ મેચ ઉપર રન, ઓવર અને વિકેટ આધારીત સટ્ટો રમી. રમાડી પૈસાની હારજીત કરી સોદાબાજી કરી જુગારનો અખાડો ચલાવી રોકડા રૂપિયા ર૪૦૦૦/- તથા મો.ફોન.ર કિંમત રૂપિયા ૬૦૦૦/- તથા તેની નીચે ચાર કલાયન્ટ આઈડીમાં આરોપી નંબર (ર) મો.ફોન-ર કિ.રૂા.૧૦૦૦૦/- સાથે મળી તથા એક કલાયન્ટ આઈડીમાં આરોપી નં.(૩) તથા એક કલાયન્ટ આઈડીમાં આરોપી નં.(૪) એ ક્રિકેટ સટ્ટો રમી આરોપી નં.(પ)વાળા પાસેથી માસ્ટર કલાયન્ટ મેળવતા હોવાનું બહાર આવેલ. રેડ દરમ્યાન કુલ રૂા.૧૮,૪૦૦નાં મુદામાલ સાથે બે શખ્સો ઝડપાય ગયા હતાં. જયારે મયુરભાઈ, રામભાઈ હાજર નહીં મળી આવતાં તમામ સામે જુગારધારા કલમ ૪,પ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલ છે.
આ બનાવની વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ હે.કો. એન.આર. ભેટારીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!