કોરોના મહામારીના સંક્રમણને રોકવામાં ધન્વંતરી આરોગ્ય રથ ઉપયોગી સાબીત થઈ રહયો છે. રથના માધ્યમથી લોકોને ઘર આંગણે વિનામૂલ્યે તબીબી માર્ગદર્શન, સારવાર મળી રહી છે. હાલ માળીયાહાટીના તાલુકામાં
૫ાંચ ધન્વંતરી રથ કાર્યરત કરવામાં આવ્યા છે. આ આરોગ્ય રથ લોકોને ઘરબેઠા સારવાર દવા આપવા સાથે આરોગ્યલક્ષી માર્ગદર્શન આપી રહયા છે. જેમાં અત્યાર સુધીમાં માળિયાહાટીના તાલુકાના ૬૯ ગામના ૩૧૬૬૮ લોકોએ આ સેવાનો લાભ લીધો છે. તેમ માળીયા તાલુકાના હેલ્થ ઓફીસર ડો. રવિન્દ્ર ચુડાસમા જણાવ્યું હતું. માળીયા તાલુકાના ૬૯ ગામની અંદાજે ૧.૮ લાખથી વધુ વસ્તી છે. તેને અગાઉ એકવાર સર્વેલન્સમાં આવરી લઈ હવે ધન્વંતરિ રથ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી રહી છે. જેથી કોરોનાના લક્ષણો ધરાવતા તેમજ થોડી પણ બીમારી હોય તેવા લોકોને સારવાર આપવા સાથે શંકાસ્પદ દર્દીને કોરોના ટેસ્ટની કામગીરી કરવામાં આવી રહી છે. માળીયા તાલુકામાં અમરાપુર, ભંડૂરી, ગડુ, જૂથળ, કુકસવાડા, ખોરાસા એમ ૬ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સુવિધા ઉપલબ્ધ છે. પી. એચ.સી.ના મેડિકલ ઓફિસરો ઉપરાંત આયુષ તબીબો દ્વારા લોકોના આરોગ્ય જાળવવા સઘન પગલાં લેવામાં આવી રહ્યા છે. હાલના સંજોગોમાં લોકોને શરદી, કફ કે તાવની બીમારી હોય તો ખાસ કોરોના ટેસ્ટ કરાવવા ડો.ચુડાસમાએ અનુરોધ કર્યો છે. કોરોનાની કામગીરી સાથે મેલેરીયા નિયંત્રણની કાર્યવાહી તબીબો,આરોગ્ય સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે. આ ઉપરાંત માળીયા અને ચોરવાડ એમ બે સ્થળોએ જાહેર જનતા માટે કોરોના ટેસ્ટ સાઈટ ઊભી કરાય છે. જેમાં સ્વેચ્છાએ લોકો પોતાની કોરોના ટેસ્ટ કરાવી શકે છે. તદુપરાંત માળીયા ના કુલ ૮ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરો કાર્યરત છે તેમાં પણ શંકાસ્પદ દર્દીના કોરોના ટેસ્ટ થઈ શકશે અને જરૂર જણાયે સારવાર અપાશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews