દ્વારકા : વરવાળા ગામે ગૌશાળામાં વૃક્ષ ઉપર લટકતી લાશ મળી, ચકચાર

દ્વારકા નજીક વરવાળા હાઈવે ઉપર ગૌશાળાની અંદર આવેલ વૃક્ષ ઉપર આજે સવારે યુવકની લટકતી લાશ જાેવા મળતાં વરવાળા ગામમાં ભારે અરેરાટી મચી જવા પામી છે. આ અંગે દ્વારકા પોલીસને જાણ થતાં દ્વારકા પોલીસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી ગયેલ અને લાશનો કબ્જાે સંભાળેલ હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં વૃક્ષ ઉપર લટકતા યુવાનનું નામ સાંગાભાઈ રબારી હોવાનું અને આ યુવાન ડ્રાઈવીંગ કરતો હોવાનું જાણવા મળેલ છે. આ અંગે દ્વારકા પીઆઈ શ્રી ગઢવી વધુ તપાસ ચલાવી રહ્યા છે. નોંધનીય બાબત એ છે કે, બે દિવસ પહેલાં જ વરવાળામાં થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો છે ત્યારે વધુ એક ઘટના બનતા સમગ્ર ઓખામંડળ પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!