નિષ્ણાંત ડોકટરોની ટીમે કોરોનાનાં ૩૦૦ દર્દીઓને નવજીવન આપ્યું

0

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ગુજરાતમાં તેમજ દેશમાં પણ કોરોનાની મહામારીએ અજગર ભરડો લીધો છે અને આ મહામારીનાં પંજામાં સપડાયેલા દર્દીઓ ફફડી ઉઠે છે. જાેકે તેમને તાત્કાલીક અને નિષ્ણાંત તબીબોની સારવાર મળી જાય છે. કોરોના પોઝિટીવ કેસમાં પણ દર્દીઓને નવજીવન પ્રાપ્ત થાય છે. જૂનાગઢમાં તુલજાભવાની બિલ્ડીંગમાં કાર્યરત જૂનાગઢ કોવીંડ હોસ્પિટલ ખાતે સારવારમાં આવતાં મોટા ભાગનાં દર્દીઓને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં ડો.શૈલેષ જાદવ અને તેમની ટીમને સફળતા મળી છે.
જૂનાગઢ અને સોરઠ તેમજ આસપાસના વિસ્તારોમાં કોરોનાનાં કેસોની સંખ્યા સતત યથાવત રહી છે. રોજેરોજ નવા – નવા કેસો આવતા હોય છે. અગાઉ પણ ખુબજ કેસોનો ભરાવો રહેતો હતો. કોરોનાના દર્દીઓને યોગ્ય સારવાર પ્રાપ્ત થાય તો દર્દીઓને અભય વરદાન પણ મળી શકે છે અને તે બાબતને સાર્થક કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર ભૂમિ દૈનિક સાથેની વાતચીતમાં જાણીતા ડો.શૈલેષ જાદવે જણાવ્યું હતું કે મે અને મારી ટીમ ડો.આકાશ પટોડીયા, ડો.ચિંતન યાદવ, ડો.પારીતોષ પરમાર, ડો.તુષાર સખરેલીયા, ડો.દિપક ચોથાણી દ્વારા તા. ૧૬-૮-ર૦ર૦નાં રોજ તુલજા ભવાની બિલ્ડીંગમાં જૂનાગઢ અને આસપાસનાં કોરોના કેસના દર્દીઓ માટે કોવીંડ હોસ્પિટલ શરૂ કરી અને આ હોસ્પિટલમાં આવનારા પ્રત્યેક દર્દી પ્રત્યે સંપુર્ણ કાળજી અને યોગ્ય સારવાર પુરી પાડવામાં આવી અને જેને કારણે સારવારમાં આવેલા ૩૦૦ જેટલા કોરોના કેસના દર્દીઓએ કોરોનાને મહાત આપી છે. અને આ કામગીરીનો સંપુર્ણ યશ અમારી સંપુર્ણ તબીબી ટીમ, તબીબી સેવાને તેમજ નરસીંગ સ્ટાફ અને હોસ્પિટલમાં ફરજ બજાવતા તમામ કર્મચારીને જાય છે તેમ ડો.શૈલેષ જાદવે જણાવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!