ચોબારી ગામેથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી જૂનાગઢ તાલુકા પોલીસ

જૂનાગઢ રેન્જનાં નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસીંગ પવારની સુચના તેમજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડા રવીતેજા વાસમ શેટ્ટી અને નાયબ પોલીસ અધિક્ષક પ્રદિપસિંહ જાડેજાનાં માર્ગદર્શન અન્વયે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનનાં સ્ટાફે ચોબારી ગામે દારૂ અંગે રેડ પાડતાં ફીરોઝ ઉર્ફે મુન્નો જુસબ હાલા, મકસુદ કાસમભાઈ હાલાનાં કબ્જા ભોગવટાનાં મકાનમાંથી રોયલ ચેલેન્જ વિદેશી દારૂની બોટલ નંગ-પ૦, મેકડોવેલ્સ વિદેશી દારૂની બોટલ નંગ-પ૧, બિયર નંગ-૯૬, રોયલ કલાસીક વ્હીસ્કી ૧૮૦ એમએલનાં પાઉચ નંગ-ર૦૬ મળી કુલ રૂા. ૭૮,પર૦ના મુદામાલ કબજે કરી નાસી જનાર બંને આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતીમાન કરેલ છે. આ કામગીરીમાં તાલુકા પીએસઆઈ એસ.એન. સગારકા, ડી.કે. ગઢવી, કે.ડી. રાઠોડ, ભરતભાઈ, લખમણભાઈ, જેતાભાઈ, કરણભાઈ, અજયભાઈ, અશોકભાઈ, પરેશભાઈ જાેડાયેલા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!