રાજયમાં મગફળી રજીસ્ટ્રેશનનાં પ્રારંભ ટાકણે ૩ હજારથી વધુ ઓપરેટરોની હડતાળ

0

જૂનાગઢ સહિત રાજકોટ સહિત રાજ્યભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીનું આજથી ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ થવાનું છે. ત્યારે ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે છેલ્લા બે વર્ષથી બાકી રહેલા કમિશનના નાણા વસુલવા કામગીરીનો બહિષ્કાર કરી તંત્રનું નાક દબાવ્યું છે. જેને કારણે આજથી શરૂ થનારી ઓનલાઈન પ્રક્રિયા અટકી પડે તેવી સંભાવના ખેડુતો વ્યકત કરી છે. બે વર્ષ પૂર્વે કૃષિ સહાય અને મગફળીનું રજીસ્ટ્રેશન સહિતની એન્ટ્રીના બાકી રહેલા કમિશન ચુકવવામાં લાંબો સમય કાઢનારા તંત્રવાહકો ઓપરેટરના આંદોલનના માર્ગે જવાની ચિમકી ઉચ્ચારી પોતાની મહત્વની ત્રણ માંગ દોહરાવી હતી. રાજકોટ જિલ્લાના ૭૫૮ સહિત રાજ્યભરના ૧૩૭૦૦ જેટલા ગ્રામ પંચાયત કોમ્પ્યુટર સાહસિક (ઓપરેટર) મંડળે છેલ્લા બે વર્ષમાં કરેલી મગફળીના ટેકાના ભાવે ખરીદીના ઓનલાઈન રજીસ્ટ્રેશન અને કૃષિ સહાય સહિતની એન્ટ્રીના બાકી રહેતા કમિશન મુદે આંદોલનનો માર્ગ અપનાવી કાલથી શરૂ થતી ટેકાના ભાવે મગફળીના ખરીદીના ઓનલાઈન રજીસ્ટ્રેશન સહિતની કામગીરીનો બહિષ્કાર કર્યો છે. જૂનાગઢ જીલ્લાનાં માણાવદરમાં પણ કોમ્પ્યુટર ઓપરેટરોએ વિરોધ દર્શાગ્વ્યો છે. છેલ્લા ૧૪ વર્ષથી કમિશન ઉપર કામ કરતાં ઓપરેટરોનું મોંઘવારીના સમયમાં પણ કમિશન વધવાને બદલે ઘટ્યું છે. હાલના સંજોગોમાં કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોના રજીસ્ટ્રેશનના ઘસારાને કારણે કોરોના સંક્રમણમાં આવે તેવી સંભાવના વ્યકત કરી ૩૭૦૦ કરોડના સહાય પેકેજની એન્ટ્રીનો પણ બહિષ્કાર કર્યો છે. દરમ્યાન ઓપરેટરોએ કમિશન પ્રથા બંધ કરીને પગાર ધોરણ નકકી કરવા રાજય સરકાર સમક્ષ માંગ કરી છે. સાથો સાથ કોમ્પ્યુટર ઓપરેટરોએ વિમા કવચમાં સમાવવી લેવા અને અગાઉનું બાકી કમિશન તાકિદે જ ચુકવવાની માંગ કરી છે. આમ મગફળી રજીસ્ટ્રેશનનાં આજથી પ્રારંભની સાથે જ ૩ હજારથી વધુ ઓપરેટરોની હડતાલ શરૂ થઈ છે. અને ગામેગામ આવેદનપત્ર આપી અને યોગ્ય કરવાની માંગણી સાથે રજુઆતો કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!