માણાવદરના નાનડીયા ગામનાં વિરેન્દ્ર વિરોજાની આમરણાંત આંદોલન કરવાની ચીમકી

0

માણાવદર તાલુકાના નાનડીયા ગામના નાગરીકે માણાવદર પોલીસ યોગ્ય રીતે તપાસ કરતી ન હોવાનો આક્ષેપ કરી અને જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની કચેરી ખાતે તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ આમરણાંત આંદોલન કરવાની ચીમકી આપી છે. જૂનાગઢ જીલ્લા પોલીસવડાને પાઠવેલા પત્રમાં વિરેન્દ્ર વીરોજાએ જણાવાયું છે કે માણાવદર તાલુકાના નાનડીયા ગ્રામ પંચાયતના સરપંચે તેના લેટરપેડમાં વિરેન્દ્ર વિરોજાની ખોટી બદનક્ષી થાય તેવું લખાણ લખી સરપંચના પતિ રમેશભાઈએ સરપંચની ખોટી સહી કરેલ તે બાબતે વારંવાર ખોટી સહી કર્યાની તપાસ કરવા, એફએસએલ તપાસની માંગ કરવા છતાં યોગ્ય તપાસ માણાવદર પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. પોલીસ દ્વારા ચીલાચાલુ તપાસ કરાયા છે અને આ કેસમાં કેશોદ ડીવાયએસપીને તા.૧૩-૭-ર૦ર૦ના પત્રમાં ખોટા અભિપ્રાય આપવામાં આવેલ છે અને તેની તપાસ કરાઈ નથી. અરજદાર વિરેન્દ્રભાઈ વિરોજાને પોલીસે ઢોર માર મારતાં જૂનાગઢની સિવીલ હોસ્પિટલમાં દાખલ થયેલ જેમાં તબીબોના નિવેદન લેવાયા નથી. માણાવદર પોલીસ સામે ગુન્હો દાખલ કરવા અરજી કરેલ. પરંતુ તેમ કરેલ નથી. વધુમાં જવાબદાર અધિકારીએ માંગેલ અહેવાલ આપેલ નથી. તા.ર૦-ર-ર૦ર૦ની લેખિત રજૂઆતની આરટીઆઈ કરેલ તેની માહિતી આજ દિવસ સુધી મુદા નં.૧૧ની ૧ મહિનાથી આપેલ નથી. પોલીસ તંત્ર દ્વારા ખોટી ફરીયાદ કરવા ટેવાયેલ છે અને પોલીસ અધિકારીને હેરાન – પરેશાન કરી માનસીક ત્રાસ આપે છે તેવું અહેવાલમાં લખે છે. ફરીયાદી ઉપર પોલીસ હુમલો કરે પરંતુ આરોપી ઉપર કંઈ નહીં ? તેવો આક્ષેપ કરવામાં આવેલ છે. વિવિધ મુદાઓ તેમજ વિરેન્દ્ર વિરોજાને માર મારનાર બે પોલીસ કર્મચારીઓ સામે એફઆઈઆર કરવામાં નહીં આવે તો તા.૧ર-૧૦-ર૦ર૦ના રોજ જૂનાગઢ જીલ્લા પોલીસ વડાની કચેરી સામે આમરણાંત ઉપવાસ કરવા તેમજ અરજદારને કાંઈ થશે તો હાઈકોર્ટના દ્વાર ખટખટાવાશે તેમ પત્રમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!