દરરોજ સરેરાશ ૮૭ દુઃષ્કર્મ થાય છે, ૨૦૧૯માં મહિલા વિરૂધ્ધ ગુનાઓમાં ૭ ટકાનો વધારો : NCRB ડેટા

વર્ષ ૨૦૧૯માં અત્યાર સુધી દાખલ થયેલા કેસના પ્રમાણે ભારતમાં સરેરાશ રોજના ૮૭ દુષ્કર્મના કેસ સામે આવે છે. દરમિયાન આ સંપૂર્ણ વર્ષ દરમ્યાન મહિલાઓની વિરૂધ્ધ કુલ ૪,૦૫,૮૬૧ ગુના દાખલ થયા હતા. નેશનલ ક્રાઈમ રિકોર્ડ બ્યૂરોના આંકડા મુજબ આ ૨૦૧૮ની સરખામણીએ ૭ ટકા વધારે છે. ભારતમાં ગુના ૨૦૧૯નો રિપોર્ટ જણાવે છે મહિલાઓની વિરૂધ્ધમાં ગત વર્ષની સરખામણીએ ૭.૩ ટકા વધારો નોંધાયો છે. વર્ષ ૨૦૧૯માં પ્રતિ ૧ લાખ મહિલાની વસ્તી ઉપર ૬૨.૪ ટકા કેસ રજિસ્ટર્ડ થયા છે. જે વર્ષ ૨૦૧૮માં ૫૮.૮ ટકા હતા. દેશભરમાં વર્ષ ૨૦૧૮માં મહિલાઓની વિરૂધ્ધ ગુનાના કુલ ૩,૭૮,૨૩૬ કેસ દાખલ કરવામાં આવ્યા હતા. એનસીઆરબીના આંકડાના જણાવ્યાનુસાર વર્ષ ૨૦૧૮માં દેશમાં રેપના કુલ ૩૩,૩૫૬ કેસ દાખલ થયા છે. વર્ષ ૨૦૧૭માં આ સંખ્યા ૩૨,૫૫૯ હતી. એનસીઆરબીના આંકડા મુજબ ભારતીય દંડ સહિતના હેઠળ દાખલ આ કેસમાં મોટાભાગે પતિ અથવા સંબંધીઓ દ્વારા હિંસા (૩૦.૯ ટકા)ના મામલા છે. આ બાદ તેમની માન હાનીને લઈને હુમલાના (૨૧.૮ ટકા), મહિલાઓના અપહરણ (૧૭.૯ ટકા) કેસ દાખલ થયા છે.એનસીઆરબીના આંકડાથી જાણવા મફ્રે છે કે, ફક્ત મહિલાઓ જ નહીં બાળકોની વિરૂધ્ધ ગુના સાથે જાેડાયેલા કેસમાં પણ વધારો જાેવા મળ્યો છે. ૨૦૧૮ કરતા ૨૦૧૯માં બાળકોની વિરૂધ્ધના કેસમાં ૪.૫ ટકા વૃધ્ધિ જાેવા મળી છે. વર્ષ ૨૦૧૯માં બાફ્રકોની વિરૂદ્ધ ગુનાના કુલ ૧.૪૮ લાખ કેસ નોંધાયા છે જેમાં ૪૬.૬ ટકા અપહરણ અને ૩૫.૩ ટકા કેસ દુષ્કર્મ સાથે જાેડાયેલા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!