ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભારત દેશને સ્વાસ્થ્યનો સંદેશો આપવા ૩ર સાયકલિસ્ટ નીકળ્યા

0

ફિટ ઈન્ડિયા મૂવમેન્ટ અંતર્ગત ભારત દેશને સ્વાસ્થ્યનો સંદેશો આપવા ૩ર સાયકલિસ્ટ નીકળ્યા છે. જે પહેલા દિવસે નવાગામ થઈ માતર, આણંદ, બોરસદ અને ત્યાંથી કંકાપુરા પહોંચી ૧૪ર કિલોમીટર જેવું એકસપેડેશન પહેલા દિવસે કાપશે. અંદાજીત તેઓ ર વાગે પહોંચશે રાત રોકવામાં આવશે. વચ્ચે આવતા તમામ ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં આવશે. ત્યાં લોકોને સ્વસ્થ અને ફિટ રહેવાનો સંદશો અપાશે. બીજે દિવસે સવારે કંકાપુરથી નીકળી કારેલી આખી અને આમોદ થઈને સમળી જવામાં આવશે જયાં રાત રોકાવામાં આવશે જે ૧૦૦ કિ.મી. જેટલું અંતર છે. ત્રીજા દિવસે સમળીથી નીકળી માંગરોળ અને માંગરોળથી દેલાડ અને વાંજ રોકાશે. જે અંદાજીત ૧ર૦ કિલોમીટર છે અને ર ઓકટોબર એટલે કે ચોથા દિવસે વાંજથી ચાલું કરી મટવાડ થઈ દાંડી પહોંચવામાં આવશે જે અંદાજીત ૪પ કિલોમીટર છે. આમ કરીને કુલ અંદાજીત ૪ર૦થી લઈને ૪૪૦ કિલોમીટરનું આ એકસપડેશન થશે. શુક્રવારે ગાંધીજયંતીનાં દિવસે બે વાગ્યે બધા સાયકલિસ્ટને પાછા લકઝરીમાં બેસાડી તેમની સાયકલો વ્હીકલમાં લવાશે. આ ચાર સંસ્થાએ જે સુંદર આયોજન કર્યું છે તે ખરેખર સરાહનીય છે. જે યાત્રા આ ગાંધીજીએ સત્યાગ્રહ માટે કરી હતી તે યાત્રા આ સ્વાસ્થ્યાગ્રહ માટે છે. અંદાજીત દોઢ મહિના પહેલા આની ઘોષણા કરવામાં આવી હતી અને એપ્લિકેશન મંગાવવામાં આવી હતી. આ એક આખી સ્પોનસર ડ્રાઈવ છે. જેમાં સમયકલિસ્ટની આગળ અને પાછળ એક વ્હીકલ હશે, ફોટોગ્રાફરની સગવડ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. એક પણ રૂપિયાનો ખર્ચો સાયકલિસ્ટને કરવામાં આવવાનો નથી અંદાજીત ૬૦૦ એપ્લિકેશનમાંથી ૬૪નો ઈન્ટરવ્યુ લેવામાં આવ્યો હતો. જેમાં જે તે સાયકલિસ્ટ શું કરે છે, શું છે એ દાંડીકૂચનાં રસ્તે જઈને સાયકલ ચલાવવા માંગે છે અને છેલ્લા એક વર્ષમાં કેટલી સાયકલ ચલાવી એની શું પરિસ્થિતિ છે. આ બધામાં તેમની પસંદગી કરવામાં આવી છે એવી રીતે ૩રનું લિસ્ટ બનાવવામાં આવ્યું હતું. આ ૩ર સાયકલિસ્ટ એ જુદી જુદી જગ્યાનાં છે. જુદા જુદા પ્રોફેસનનાં છે, આવકનાં સ્ત્રોતવાળા લોકો છે જેમને ખરા અર્થમાં લોકોને ફિટ રહેવાનો સંદેશો આપવો છે. સિંબાલીઅન સાયકલિંગ કોમ્યુનિટીનાં ફાઉન્ડર જીગ્નેશ પટેલે જણાવ્યું કે ર૦૧૮માં પણ આવું જ એકસપેડેશન થયું હતું જેમાં આ રીતે જ ઉપરોકત ચાર આયોજકોએ સહયોગ આપ્યો હતો અને એની યાદગીરી આજે પણ તાજી કરતા લોકો થાકતા નથી. આ વખતે પણ ર૦ર૦માં કોરોનાની મહામારી પછી આવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેનો મુખ્ય આશય લોકોને સ્વસ્થ રાખવાનો છે. ભારત સ્વસ્થ ત્યારે જ થશે જયારે તમે સ્વસ્થ રહેશો અને ગાંધીજીએ જે સત્યાગ્રહ કર્યો હતો એવો આ સ્વાસ્થ્યગ્રહ છે. આપણે અત્યારથી જ રોજ કસરત કરીએ. જેમાં સાયકલ એના માટે સરસ માધ્યમ છે. દેશમાં પેટ્રોલ આયાત કરીએ છીએ એટલે આપણે ડોલર સામે પૈસા ખર્ચવા પડે છે. નાની યાત્રાઓ આપણે સાયકલ ઉપર કરીએ તો પ્રદૂષણ ઘટે સ્વાસ્થ જળવાય અન પેટ્રોલ ડિઝલનાં સ્ત્રોતો ખૂટે નહી એમ અનેક ફાયદા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!