સિંહનો મારગ શેત્રુંજી

0

 

સૌરાષ્ટ્રની મુખ્ય નદીમાં શેત્રુંજી નદી રહેલ છે. સૌરાષ્ટ્રના ગીર પ્રદેશમાંથી નીકળી ગોહિલવાડના દરિયા કિનારે પહોંચે છે. ગીર એટલે તો કેસરી સિંહનો પ્રદેશ. આ સિંહ પરિવાર મધ્ય ગીરના પ્રદેશમાંથી શેત્રુંજી નદીના પટના રસ્તે પાલિતાણા અને અન્ય ભાગોમાં વિચરણ કરતા કરતા પહોંચી જાય છે. પ્રસ્તુત તસ્વીર પાલિતાણા તરફથી તળાજા કે જેસર જવાના રસ્તા ઉપર વચ્ચે શેત્રુંજી નદી ઉપર અગાઉના નાળાની જગ્યાએ સરકારે પહોળો સેતુ નિર્માણ કર્યો છે. અગાઉના અહીંયા મુકાયેલા સિંહના શિલ્પને નવી જગ્યા ઉપર પણ સ્થાપિત કરાયેલ છે. માર્ગ વિભાગને આ સારૂ સૂઝ્‌યું, નહી તો તોડફોડ કરી માત્ર નેતાઓના લોકાર્પણના પાટિયા કે પથ્થર ખોડવા પડ્યા હોય…! પાછળ શેત્રુંજી જળાશય સાથે આ બેઠેલા સિંહનું પૂતળું જોઈને લાગે જ કે… સિંહનો મારગ શેત્રુંજી…

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!