જૂનાગઢમાં ઓનલી ગવર્મેન્ટ સપ્લાય લખેલ દવાનું વેંચાણ : તપાસનો ધમધમાટ


રાજકોટ ખાતે તાજેતરમાં ઈન્જેકશનનો મામલો બહાર આવ્યો અને ભારે ચર્ચાસ્પદ બનેલ છે. ત્યારે ગઈકાલે જૂનાગઢમાં પણ કોરોના વોર્ડમાં વપરાતા કેમીકલનો જથ્થો ખાનગી સ્ટોરમાંથી એક સંસ્થાએ ઝડપી પાડતા ચકચાર જાગી ઉઠી છે. ઓનલી ગવર્મેન્ટ સપ્લાય લખેલ દવાનો જૂનાગઢમાં વેંચાણ થતું હોવાના કિસ્સાના પગલે તપાસ હાથ ધરવામાં આવી છે.
જૂનાગઢમાં ગઈકાલે એક સંસ્થાએ સરકારી હોસ્પિટલમાં વપરાતી દવાનો જથ્થો ખુલ્લેઆમ ખાનગી મેડીકલ સ્ટોરમાં વેંચાતો હોવાનો પર્દાફાશ કર્યો છે. કોરોના વોર્ડમાં દર્દીઓના કપડા, વાસણ, વસ્તુઓ સાફ કરવા માટે વપરાતા સરકારી દવાનો (કેમિકલ) જથ્થો જૂનાગઢના એક મેડીકલ સ્ટોરમાં વેંચાતો હોવાની જીલ્લા કલેકટરને ફરીયાદના પગલે પોલીસે તપાસ શરૂ કરી છે. જૂનાગઢમાં કોરોના દર્દીઓ માટે વપરાતા કેમિકલ જે સરકારી હોસ્પિટલમાંથી મફતમાં મળે છે તે ખાનગી મેડીકલ સ્ટોરમાં વેંચાતો હોવાની હકીકતના આધારે જૂનાગઢની જનતા ગેરેજના જયેશ વૈશ અને તેના સભ્યોએ એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ લાઈન લાઈન સર્જીકલ એન્ડ ફીટનેશ સ્ટોરમાં ગયા હતાં. અહીં આ કેમિકલ સેફલાઈફ નામની બોટલ ખરીદ કરી હતી. તેના બદલામાં સ્ટોર ધારકે તેની પાસેથી એક બોટલના ૧પ૦ રૂપિયા લઈને બીલ પણ આપ્યું હતું. જે બોટલ ઉપર સરકારી બેચ અને ઓન્લી ગવર્મેન્ટ સપ્લાય લખેલું હતું અને તેની વેંચાણ કિંમત પણ છાપી ન હતી. જેથી આ અંગે આ યુવાનોએ આ સ્ટીંગ કરીને તેની લેખિતમાં જીલ્લા કલેકટરને ફરીયાદ કરીને તપાસની માંગ કરી હતી. જેને લઈને તપાસની સુચના મળતા બી-ડીવીઝન પોલીસે આ સભ્યોને સાથે રાખીને આ મેડીકલ સ્ટોરમાં તપાસ કરી હતી. અહીં આ કંપનીની દવાનો કેટલો જથ્થો છે, તેનું બીલ સહીતની બાબતે દુકાનદાર સાથે વાત કરીને પુરાવા સાથે પોલીસ મથકે બોલાવીને તપાસ શરૂ કરી છે. હાલ આ મેડીકલ સ્ટોર ધારક પાસે આ દવાનો ૭૦૦ થી ૮૦૦ બોટલનો જથ્થો હોવાનું સામે આવ્યું છે. અને જે બીલ રજુ કર્યા છે તે બીલના બેચ નંબર અને દવામાં છાપેલા બેચ નંબર મેલ નહી પડતા વધુ તપાસનો ધમધમાટ શરૂ થયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!