જૂનાગઢમાં વિવિધ કચેરીઓનું ઈ-લોકાર્પણ અને ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયો

જૂનાગઢ શામળદાસ ગાંધી ટાઉન હોલ ખાતે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આંગણવાડી, સેજા કચેરી, બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનોનું ઈ-લોકાર્પણ અને ઈ-ભૂમિપૂજન સહિતના કાર્યક્રમો યોજાયો હતો. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૧૦૦૧ જેટલા આંગણવાડી, સેજા કચેરી, બ્લોક ઓફિસના નવનિર્મિત ભવનનું ઈલોકાર્પણ, ઈ-ભૂમિપૂજન, નંદઘર ઇન્ફોર્મેશન ટ્રેકિંગ એપ્લિકેશન તેમજ જિલ્લા કક્ષાના માતા યશોદા એવોર્ડ વિતરણ અને બીજી ઓક્ટોબર રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ નિમિત્તે હેન્ડ વોશિંગ કાર્યક્રમ યોજાયો હતો. જૂનાગઢ શહેરનાં શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશભાઇ રાદડીયાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયેલ, જ્યારે મુખ્ય અતિથિ તરીકે ગુજરાત રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ.ઘોડાસરા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું આયોજન જૂનાગઢ જિલ્લા મહિલા અને બાળ વિકાસ કચેરી અને વહીવટી તંત્રના સયુંક્ત ઉપક્રમે કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!