રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં સિલ્વર લેક કો-ઇન્વેસ્ટર્સે વધારાનું રૂા.૧૮૭૫ કરોડનું રોકાણ કર્યું

0

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (“રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ”) અને રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (“RRVL”)દ્વારા ગઈકાલે જાહેરાત કરવામાં આવી છે કે, સિલ્વર લેકના સહરોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પેટાકંપની ઇઇફન્માં વધારાનું રૂા.૧૮૭૫ કરોડનું મૂડીરોકાણ કરશે. આમ સિલ્વર લેક અને તેના સહરોકાણકારો દ્વારા RRVLમાં કુલ રૂ.૯૩૭૫ કરોડનું રોકાણ કરવામાં આવ્યું છે, જેનાથી આ રોકાણકારો ફૂલ્લી ડાયલ્યૂટેડ બેઝિઝ ઉપર RRVLમાં ૨.૧૩ ટકાનો હિસ્સો મેળવશે. આ મૂડીરોકાણના પગલે રિલાયન્સ રિટેલની પ્રી-મની ઇક્વિટી વેલ્યૂ રૂા.૪.૨૮૫ કરોડ થઈ છે. રિલાયન્સ રિટેલ લિમિટેડ, RRVL પેટાકંપની ભારતનો સૌથી વિશાળ, સૌથી વધુ ઝડપે વિકસતો અને સૌથી વધુ નફો કરતો રિટેલ બિઝનેસ છે જે સમગ્ર દેશમાં આવેલા ૧૨૦૦૦ સ્ટોર્સમાં ૬૪૦ મિલિયન ફૂટફોલ્સ ધરાવે છે. લાખો ખેડૂતો, સુક્ષ્મ, નાના અને મધ્યમ કક્ષાના વેપાર-વ્યવસાયોને સશક્ત બનાવી લાખો ગ્રાહકો સુધી પહોંચવાની વ્યાપક રણનીતિ દ્વારા ભારતના રિટેલ સેક્ટરને વેગવંતુ બનાવવું એ રિલાયન્સ રિટેલનું વિઝન છે. એ ઉપરાંત લાખો ભારતીયોની રોજગારીનું રક્ષણ કરી વધુ તકોનું સર્જન કરવાની સાથે સાથે વૈશ્વિક અને સ્થાનિક કક્ષાની કંપનીઓ સાથે સહયોગ સાધી તેમની સાથે મળી ભારતીય સમુદાયને મહત્તમ લાભ પહોંચાડવો એ પણ તેનો મુખ્ય ઉદ્દેશ રહેલો છે. રિલાયન્સ રિટેલે તેની ન્યૂ કોમર્સ સ્ટ્રેટેજીથી નાના અને અસંગઠિત વેપારીઓનું પરિવર્તનશીલ ડિજિટલાઇઝેશન આરંભ્યું છે અને ૨૦ મિલિયન નાના વેપારીઓ સુધી આ નેટવર્કનો વિસ્તાર કરવાની નેમ છે. તેનાથી વેપારીઓને તેમના પોતાના જ ગ્રાહકો સુધી મૂલ્યવર્ધિક ઉત્પાદનો પહોંચાડવા માટે ટેક્નોલોજી અને કાર્યક્ષમ સપ્લાય ચેઇન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ફાયદો મળશે. જસિલ્વર લેક દ્વારા કરવામાં આવેલા કુલ મૂડીરોકાણ અંગે ટિપ્પણી કરતાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે,તમામ ભારતીયોના લાભાર્થે ભારતીય રિટેલ ક્ષેત્રને પરિવર્તિત કરવાની અમારી સફરમાં સિલ્વર લેક અને સહરોકાણકારો અમારા મૂલ્યવાન ભાગીદાર છે. તેમના અમારામાં વિશ્વાસ અને સહયોગથી અમે આનંદિત છીએ, સાથે સાથે વૈશ્વિક ટેક્નોલોજી કંપનીઓમાં રોકાણ કરવાની અગ્રમિતાનો અને ભારતમાં રિટેલ ક્રાંતિ લાવવા માટે તેમની અન્યત્ર સહભાગિતાના માળખાનો અમને વિશેષ લાભ મળશે. સિલ્વર લેકનું વધારાનું મૂડીરોકાણ ભારતીય રિટેલ ક્ષેત્રની અને રિલાયન્સ રિટેલની અસીમિત ક્ષમતાઓને મજબૂત અનુમોદન આપે છે.” આ મૂડીરોકાણ અંગે સિલ્વર લેકના કો-સીઇઓ અને મેનેજિંગ પાર્ટનર શ્રી એગોન ડર્બને જણાવ્યું હતું કે, “અદ્વિતિય રોકાણની તકમાં અમારા સાથી રોકાણકારોને લાવતાં અને અમારૂ આ કંપનીમાં રોકાણ વધારતાં અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ. છેલ્લા કેટલાક સપ્તાહથી મૂડીરોકાણનો અસ્ખલિત પ્રવાહ રિલાયન્સ રિટેલના બિઝનેસ મોડેલ અને આકર્ષક દૃષ્ટિકોણની ગવાહી આપે છે – અને પરિવર્તનશીલ ન્યૂ કોમર્સની પહેલમાં અસીમિત ક્ષમતાઓને પણ અનુમોદન આપે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!