માલિકો ઓવર ટાઈમ વગર કામદારો પાસેથી આઠ કલાકથી વધારે કામ લઈ શકશે નહીં

0

કોરોના મહામારીમાં અનેક ધંધારોજગાર અને સેવાઓની સ્થિતિ કફોડીબની છે તો સૌથી વધુ અસર શ્રમિકો ઉપર પડી છે. ત્યારે શ્રમિકો માટે એક સારા સમાચાર છે. ગુજરાત સરકારે હાલમાં જ ઉદ્યોગો માટે લેબર લોમાં કરેલા સુધારાને સુપ્રિમકોર્ટે રદ કરી નાખ્યો છે. સુપ્રિમકોર્ટે આજે એક ચુકાદામાં ઉદ્યોગોને તેના કામદારો પાસેથી ૮ કલાકના બદલે ૧ર કલાક સુધી કામ લેવાની જે છુટ આપી હતી. તે રદ કરીને વધારાના કામકાજના કલાકોનું વળતર (ઓવરટાઈમ) ચુકવવા આદેશ કર્યો છે. ફેકટરી એકટની જાેગવાઈ હેઠળ મજુરો પાસેથી ૧ર કલાક કામ લઈ શકાય તેવા ગુજરાત સરકારના નિર્ણયને ગુજરાત મજદુર સભા અને ટ્રેડ યુનિયન સેન્ટર ઓફ ઈન્ડિયા તરફથી સુપ્રિમકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે સુપ્રિમકોર્ટે ગુજરાત સરકારના પરિપત્રને રદ કરી દીધો છે આ સાથે જ સુપ્રિમકોર્ટે કહ્યું છે કે આઠ કલાકથી વધુ કલાક સુધી કામ કરાવવા બદલ કામદારોને વધારાનો પગાર ચુકવવાનો રહેશે. જાે આવું નહીં કરવામાં આવે તો કામદારો પાસેથી આઠ કલાકથી વધુ સમય કામ લઈ શકાશે નહીં. આ મામલે ગુજરાત મજદુર મહાસભાના વકીલ અમરીશ પટેલે જણાવ્યું હતું કે, ગત સુનાવણીમાં સુપ્રિમકોર્ટની ખંડપીઠે સુનાવણી હાથ ધરતા ગુજરાત સરકારને નોટિસ પાઠવી હતી. કામદારોને આઠ કલાક કામ કરવાનો અધિકાર છે. ગુજરાત મજદુર મહાસભાએ સુપ્રિમકોર્ટમાં રજૂઆત કરી હતી કે ગુજરાત સરકારે કોરોનાની મહામારી વચ્ચે મજુરો પાસેથી માલિકો ૧ર કલાક કામ લઈ શકશે તેમજ વધારાના કલાકો માટે કોઈ ઓવરટાઈમ પણ આપવાનો નહીં રહે તેવો નિર્ણય કર્યો હતો. જેને લઈને યુનિયન તરફથી આઠ કલાક કામના અધિકારની વચગાફ્રાની રાહત માગવામાં આવી હતી. આખરે સુપ્રિમકોર્ટે આજે મહત્વનો આદેશ કરતા સરકારના આ પરિપત્રને જ રદ કરી નાખ્યો છે. નોંધનીય છે કે ગુજરાત સરકારે ૧૭ એપ્રિલ, ર૦ર૦ના રોજ આદેશ આપ્યો હતો કે, ઉદ્યોગોને લોકડાઉનના કાર્યકાળમાં ફેકટરી અધિનિયમ હેઠળ કેટલીક છુટછાટ આપી રહ્યા છીએ. છુટછાટ પ્રમાણે મજુરો ૬ કલાકના કામ બાદ અડધો કલાકનો વિરામ લઈને બીજા ૬ કલાક એમ કુલ ૧ર કલાકની શીફટમાં કામ કરશે. આ માટે તેમને જે મળતું હતું એ જ વેતન મળશે. કોઈ વધારાની રકમ મળવાપાત્ર નથી. આ બાબતે શ્રમિક યુનિયનો તરફથી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ અંગે સુનાવણી દરમ્યાન સુપ્રિમકોર્ટે કહ્યું હતું કે લોકડાઉનમાં મજુરોને અનેક આર્થિક પડકારોનો સામનો કરવો પડયો છે. અનેક મજુરોએ નોકરી પણ ગુમાવવી પડી છે. આથી આ કાયદાનો ઉપયોગ મજુરો સાથે કરી શકાય નહીં. જાે તેમની પાસે ૧ર કલાક કામ લેવામાં આવે છે તો વધારાનો પગાર આપવો પડશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!