ખાનગી મેડીકલ સ્ટોરમાં સરકારી લેબલવાળી અને કોરોના વોર્ડમાં વપરાતી દવાનું વેંચાણ થતું હોવાની અનેક ફરિયાદો સતત વહેતી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ ખાતેથી એક ખાનગી સ્ટોરમાં વેંચાતી દવાનો મામલો ભારે ચર્ચાસ્પદ બન્યો છે. અને આ બનાવની ઉંડાણ પુર્વકની તપાસ ડ્રગ વિભાગને સોંપી દેવામાં આવી છે. જૂનાગઢમાં એક ખાનગી સ્ટોરમાંથી સરકારી લેબલવાળી અને કોરોના વોર્ડમાં વપરાતા કેમિકલ દવા વેંચાણ મામલે પોલીસે સર્ચ કર્યા બાદ આ મામલાની ફુડ અને ડ્રગ વિભાગને તપાસ સોંપવામાં આવી છે. જૂનાગઢના જનતા ગેરેજ સંસ્થાના કાર્યકરો દ્વારા આ સમગ્ર મામલે સ્ટીંગ ઓપરેશન કરીને સરકારી લેબલવાળી દવાનું ખાનગી સ્ટોરમાં વેંચાણ થતું હોવાનો પર્દાફાશ કર્યો હતો. એસટી બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ લાઈફ લાઈન સર્જીકલ એન્ડ ફીટનેશ સ્ટોરમાંથી સેફલાઈફ નામનું પ૦૦ એમએલની બોટલ ૧પ૦માં ખરીદ કરી હતી, જેના ઉપર એમઆરપી છાપેલ ન હતી તેમજ ઓન્લી ગર્વમેન્ટ સપ્લાય એવું લેબલ પણ લગાવેલું હતું જેને લઈને પોલીસે દુકાનમાંથી તપાસ કરીને દુકાનદારનું પુછતાછ કરી હતી. બાદમાં આ મામલે જૂનાગઢ ડ્રગ વિભાગને તપાસ સોંપવામાં આવતા ડ્રગ ઈન્સ્પેકટર ભુવાએ જણાવ્યું કે, હાલ આ દવા કોઈ સરકારી હોસ્પિટલમાંથી ચોરી કરી હોય કે અન્ય રીતે મેળવી હોય તેવું સામે નથી આવ્યું પરંતુ આ દવાનું તેમણે મેન્યુફેકચરીંગ કરાવેલ હોવાનું જણાતા તેના બીલ વેરીફીકેશન અંગેની તપાસ ચાલી રહી છે. પરંતુ આ દવા ઉપર લગાવેલ ઓન્લી ગર્વમેન્ટ સપ્લાય લેબલ સાથે તે દવાનું વેંચાણ કરી શકતા નથી. તે અંગે આગળ જતા તપાસ કરવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews