જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિર્દેશક મનિન્દરસિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમશેટ્ટી તથા નાયબ પોલીસ અધિક્ષક પી.જી.જાડેજાની સૂચના અંતર્ગત જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનાર ઈસમો ઉપર અંકુશ લાવવા સ્પેશ્યલ પ્રોહી અંગેની ડ્રાઈવ કરવામાં આવેલી હોય જે અનુસંધાને બિલખા પોલીસ સ્ટેશનના સબ ઈન્સ. એસ.કે. માલમ તથા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ભાવનાબેન ગોસ્વામી તથા પો.કો. સંજયભાઈ નાનુભાઈ વાણીયા, રાજુભાઈ ચંદુભાઈ પરમાર તથા માનસિંહ ખુમાણભાઈ ભલગરીયા વિગેરે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન પીએસઆઈ એસ.કે. માલમને ખાનગી રાહે બાતમી મળતા બીલખામાં ગાંડુભાઈ ભરવાડના બંધ મકાનમાં બિલખાના કલ્પેશ ઉર્ફે કાલો વશરામભાઈ પરમાર (ગમારા) તથા હાર્દિક હકાભાઈ વકાતરને ભારતીય બનાવટનો વિદેશી દારૂ પોતાના કબજામાં રાખેલાની હકીકત મળતા જે હકીકત આધારે બાતમીવાળી જગ્યાએ ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની બોટલો કુલ નંગ-૧૦પ જેની કિ.રૂા.૪ર૦૦૦/-નો પ્રોહીબીશન મુદામાલ ફોન નંગ ૩ કિ.રૂા.રપ૦૦/- એમ કુલ મુદામાલ કિ.રૂા.૪૪,પ૦૦નો ઝડપી લઈ આરોપીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews