બીજી ઓક્ટોબરનો દિવસ વિશ્વ અહિંસાનો દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીબાપુની ૧૫૧મી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ બીજી ઓક્ટોબરને રાષ્ટ્રીય સ્વચ્છતા દિવસ તરીકે જાહેર કર્યો છે. આપણે પણ જીવનમાં સ્વચ્છતાનું અને અહિંસાનું અનુકરણ કરીએ તેવા સંકલ્પ લઇએ. ત્યારે ગાંધીજીની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે જૂનાગઢ જિલ્લા જેલના કેદીઓના સહયોગથી જેલમાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ મુખ્ય જિલ્લા ન્યાયાધીશ કુ.રીઝવાના બુખારીના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે કેદીઓને ગાંધીજીના વિચારોને પોતાના જીવનમાં ઉતારવા માર્ગદર્શન આપ્યું હતું તેમજ જિલ્લા જેલની કામગીરી અને સીસીટીવી કેમેરાનું નિદર્શન કર્યુ હતું. ડો.કે.એલ.એન રાવ (આઇપીએસ) ગુજરાત રાજ્ય જેલ વિભાગના વડાની પ્રેરણાથી અને કેદીઓના સહયોગથી ગાંધીબાપુની પ્રતિમા બની છે તે એક ઉત્તમ ઉદાહરણ છે કે, કેદીઓ ગાંધી વિચારથી પ્રભાવિત થયેલ છે. ગાંધીજીની પ્રતિમાને કેદી ભાઇ દરરોજ દર્શન કરશે. તેનામાં સત્ય અને અહિંસાના ગુણો આવશે તેમજ જેલનું વાતાવરણ સોહાર્દપૂર્ણ રહેશે. આ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કાનુની સેવા સત્તામંડળ જૂનાગઢ તરફથી કેદીઓને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જૂનાગઢ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ કુ.રીઝવાન બુખારી, ચીફ જ્યુડી.મેજીસ્ટ્રેટ બી.આર.સોલંકી, જિલ્લા જેલ અધિક્ષક એસ.એલ.ઢુસા, જિલ્લા કાનુની સેવા સત્તા મંડળના અધ્યક્ષ, એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઇ ચૌધરી, ગાંધીજી પ્રતિમા બનાવનાર કનુભાઇ આહીર સહિત ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમનું સંચાલન હારૂન વીહળે કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews