જૂનાગઢ ટાઉનહોલ ખાતે રાજ્ય બિન અનામત વર્ગ શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના ઉપાધ્યક્ષ બી.એચ.ઘોડાસરાના અધ્યક્ષ સ્થાને જૂનાગઢ જિલ્લાના આંગણવાડી બહેનો ને માતા યશોદા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
જૂનાગઢ વહીવટીતંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાનેથી બી.એચ.ઘોડાસરા એ જણાવ્યું હતું કે ગાંધીજીના સ્વચ્છતા, અહિંસા, સત્યનો સંદેશો – આદર્શો આજે પણ પ્રસ્તુત છે. તેમને જણાવ્યું કે આંગણવાડીના માધ્યમથી બાળકનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે. સગર્ભા માતાને આરોગ્યલક્ષી માર્ગદર્શન મળી રહ્યું છે. આ પ્રસંગે તેમને કોવીડ-૧૯ દરમ્યાન આંગણવાડી બહેનો દ્વારા કરવામાં આવેલ કામગીરીને બિરદાવી હતી.
ટાઉનહોલ ખાતે યોજાયેલ માતા યશોદા એવોર્ડ વિતરણ કાર્યક્રમ જૂનાગઢ જિલ્લાના ચાર આંગણવાડી વર્કર હેલ્પર બહેનોની વિશેષ કામગીરીની નોંધ લઇ તેમને મહાનુભાવોની ઉપસ્થિતિમાં બિરદાવવામાં આવ્યા હતા. જૂનાગઢના વિજાપુર કેન્દ્ર-૧ માં ફરજ બજાવતા વેકરીયા મંજુલાબેન ૩૧ હજારનો ચેક, વિજાપુર આંગણવાડીમાં ફરજ બજાવતા બારૈયા ચંપાબેન ૨૧૦૦૦નો ચેક, જૂનાગઢ શહેરમાં ભગવતીપરામાં ફરજ બજાવતા સોલંકી ભાવનાને ૩૧ હજારનો ચેક તેમજ ઉર્મિલાબેન કાલરીયાને ૨૧ હજારના ચેક, આપી બહુમાન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત સફાઈની શ્રેષ્ઠ કામગીરી માટે કિશોર સોલંકી અને રણજીતભાઈને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કોવીડ-૧૯ વોર્ડમાં સફાઈની કામગીરી નિષ્ઠાપૂર્વક બજાવતા બાબુભાઈ અને પ્રવીણભાઈનું પણ આ તકે સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે મેયર ધીરૂભાઈ ગોહેલ, ડેપ્યુટી મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાકેશ ધુલેશીયા, નટુભાઈ પટોળીયા, ધારાસભ્ય ભીખાભાઈ જોષી, કલેક્ટર ડો.સૈારભ પારઘી, કમિશ્નર તુષાર સુમેરા, ડેપ્યુટી કમિશ્નર ,ભારતી કુંભાણી, આરતીબેન જોષી સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમમાં સ્વાગત પ્રવચન ડીડીઓ પ્રવીણ ચૌધરી, આભાર વિધિ આઈસીડીએસ પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઈએ કરી હતી.કાર્યક્રમનું સંચાલન હારૂન વીહળે કર્યું હતું.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews