જૂનાગઢ : પોકેટ કોપ એપ્લીકેશન દ્વારા વાહન ચોરીના બે ગુના ડીટેકટ કરાયા

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા મિલ્કત વિરૂધ્ધના ગુન્હાઓ શોધી કાઢી, આ પ્રકારના ગુન્હાઓમાં સંડોવાયેલ આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપવામાં આવી છે. તે અંતર્ગત જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, પોલીસ કોન્સ. પરેશભાઈ, પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, કલ્પેશભાઈ, જયેશભાઇ સહિતની ટીમ દ્વારા પેટ્રોલિંગ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં નંબર પ્લેટ વગરના હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ સાથે આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બગીચા (જાતે કોળી ઉવ. ૩૫ રહે. ગોપાલનગર, દોલતપરા, જૂનાગઢ) ને પકડી પાડી, પૂછપરછ કરવામાં આવતા, સંતોષકારક જવાબ નહીં આપતા તેમજ મોટર સાયકલના કાગળો, આર.સી.બુક નહીં હોવાનું જણાવતા, મોટર સાયકલ સાથે પોલીસ સ્ટેશન લાવી, સઘન તપાસ હાથ ધરવામાં આવેલ હતી. શંકાસ્પદ મોટર સાયકલના એન્જીન ચેસીસ નંબરને આધારે બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, મળી આવેલ મોટર સાયકલ ઈકબાલભાઈ કરીમભાઈ સોલંકી (રહે. પાનસૂરિયા શેરી, મેંદરડા) નું સરનામું મળતા, આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળી ભાંગી પડેલ અને આ હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ બે ત્રણ મહિના પહેલા મેંદરડા ખાતેથી ચોરી કરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. જેથી, બી ડિવિઝન પોલીસ દ્વારા હીરોહોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ કિંમત રૂા. ૨૦,૦૦૦ કબ્જે કરવામાં આવેલ હતું.
બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી જગદીશ હાજાભાઈ કોલીના રહેણાક મકાને તપાસ કરતા, બીજું હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ પણ મળી આવેલ હતું, જેમાં લગાડેલ નંબર પ્લેટ આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, એ સીબીઝેડ મોટર સાયકલનો નબર હોય અને તે પણ ચોરીનું હોવાનું જણાતા, તે મોટર સાયકલના એન્જીન, ચેસીસ નંબરને આધારે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ હીરો હોન્ડા મોટર સાયકલના માલિક જમનાદાસ મોહનલાલ બગથરીયા (રહે. ગોકુલધામ, મહાદેવમંદિર પાસે, ગોંડલ જી. રાજકોટ)નું સરનામું મળતા, આ મોટર સાયકલ પણ પોતે બે વર્ષ પહેલા ગોંડલ ખાતેથી ચોરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ હતી. જે મોટર સાયકલ પણ કિંમત રૂા. ૨૦,૦૦૦ કબજે કરવામાં આવેલ હતું. આમ, બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળીના કબ્જામાંથી હીરો હોન્ડા સ્પ્લેન્ડર મોટર સાયકલ નંગ -૨, કુલ કિંમત રૂા. ૪૦,૦૦૦ નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે અને બંને મોટર સાયકલ ગોંડલ તથા મેંદરડા ખાતેથી ચોરી કરેલ હોઈ, ગોંડલ સીટી પોલીસ સ્ટેશન અને મેંદરડા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા તજવીજ કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ કોળીની પૂછપરછ કરતા, પોતે મજૂરી કરતો હોય, નશાની આદત હોય, પોતાના લગ્ન થયેલ ન હોઈ, એક યુવતીના પ્રેમમાં પડેલ હોઈ, તેને રૂપિયાની જરૂરિયાત ઉભી થતા, મોટર સાયકલ ચોરી કરી હોવાની કબૂલાત કરવામાં આવેલ છે. જૂનાગઢ પોલીસ દ્વારા પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા વાહન ચોરીના બે ગુન્હાઓ ડિટેકટ કરી, પકડાયેલ આરોપી તથા મોટર સાયકલોનો કબ્જો મેળવવા મેંદરડા પોલીસ તથા ગોંડલ પોલીસને સોંપવા વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!