મહાત્મા ગાંધીની ૧પ૦મી જન્મ જયંતી નિમિત્તે ગુજરાત પોષણ અભિયાન ૨૦૨૦ અન્વયે સંકલિત બાળ વિકાસ યોજના કચેરી આસીડીએસ ઘટક જામકંડોરણા દ્વારા શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા ખાતે ગુજરાત હેન્ડ વોશ કાર્યક્રમ યોજાયો હતો. રાજકોટ જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા દ્વારા દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતા તેમજ મહાનુભાવો દ્વારા મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલી કિશોરીઓને હેન્ડ વોશ કેમ કરવા તે શીખવવામાં આવ્યું હતું તેમજ સ્વચ્છતા અંગેનો સંદેશો આપવામાં આવ્યો હતો. સાથે સાથે આ તમામ કિશોરીઓને હાઇજીન કીટ આપવામાં આવી હતી અને શરીરની સ્વચ્છતા અને કાળજી લેવાની સાથે સાથે ઘર, શેરી, ગામને સ્વચ્છ રાખવાનો સંકલ્પ કર્યો હતો. આ તકે સૌએ ટીવી પ્રસારણના માધ્યમ દ્વારા કાર્યક્રમ પણ નિહાળ્યો હતો અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તાલુકાના સીડીપીઓ સોનલબેન વાળાએ કિશોરીઓને પોષણક્ષમ આહાર લેવા અને તે સંબંધી સૂચનો કર્યા હતા અને સાબુથી હેન્ડ વોશ કેમ કરવા તે પ્રેક્ટીકલ પણ કર્યું હતું. સીડીપીઓ સોનલબેન વાળા અનેસંકલિત બાળ વિકાસ યોજના કચેરી આઈસીડીએસ ઘટક, જામકંડોરણા દ્વારા જામકંડોરણા તાલુકામાં ૧૨ જેટલા સ્થળોએ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ગોવિંદભાઈ રાણપરીયા (ચેરમેન, રાજકોટ દૂધ ઉત્પાદક સહકારી સંઘ), આર. આર. વાળા (જિલ્લા ખેતીવાડી અધિકારી), બી. આર. બગથરીયા (તાલુકા વિકાસ અધિકારી), વિનોદભાઈ પરવાડીયા (કાર્યક્રમના લાયાજન), વર્ષાબેન કલ્પેશભાઈ રાણપરીયા (સરપંચ,ગ્રામ પંચાયત), સીડીપીઓ સોનલબેન વાળા, વિજયભાઈ રાણપરીયા (આચાર્ય,શ્રી સાજડીયાળી પ્રાથમિક શાળા), શિક્ષક સ્ટાફ, આરોગ્ય સ્ટાફ, આંગણવાડી સ્ટાફ, આશાવર્કરો તેમજ કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews