જૂનાગઢ ડાબેરી જન સંગઠન દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરાઈ

મહાત્મા ગાંધીજીની ૧૫૧મી જન્મ જયંતિ નિમિત્તે ડાબેરી જન સંગઠનો દ્વારા જૂનાગઢ ગાંધી ચોક સ્થિત મહાત્મા ગાંધીજીની પ્રતિમાને સૂતરની આટી પહેરાવી અને ગાંધીજી જન્મ જયંતિ અમર રહો, કોમી એકતા અમર રહો, ગોડસેવાદી મુર્દાબાદના સૂત્રોચ્ચાર કરવામાં આવેલ હતા. આ પ્રસંગે ડાબેરી જન સંગઠનોના બટુકભાઈ મકવાણા, જીસાન હાલેપૌત્રા (એડવોકેટ), અશ્વિનભાઇ ઝાલા, રમેશભાઈ બાવળિયા, અશ્વિનભાઇ લખલાણી, સોહિલભાઇ સિદીકી, અરવિંદભાઈ ઝાલા, રામસિંહ રાજપૂત, પ્રફુલભાઇ અસૈરા, રીયાઝભાઇ નાગોરી (એડવોકેટ), વિજયભાઈ દરાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!