યુપીના હાથરસની પિડીતાને ન્યાય આપવાની માંગણી સાથે જૂનાગઢમાં આવેદન પત્ર અપાયું

0

ઉતરપ્રદેશનાં હાથરસ જીલ્લાના એક ગામમાં ૧૪મી સપ્ટેમ્બરનાં રોજ ૧૯ વર્ષની દલિત યુવતી ઉપર ચાર નરાધમોએ ગેંગરેપ કરી તેની ઉપર અત્યાચાર ગુજારવાના બનાવ પગલે દેશભરમાં ખળભળાટ મચી ગયો છે. આ બાળાનું સારવાર દરમ્યાન હોસ્પિટલમાં મૃત્યુ થતા આ બાળાનાં પરિવારને સાથે રાખ્યા વિના તેના અગ્નિ સંસ્કાર કરી દીધાના ઘેરા પ્રત્યાઘાતો પડયા છે. ત્યારે આજે ઓબીસી, એસસીએસટી સમાજ, જૂનાગઢનાં આગેવાનો દ્વારા જૂનાગઢ જીલ્લા કલેકટરશ્રી મારફત એક આવેદનપત્ર પાઠવી અને ભારતનાં રાષ્ટ્રપતિને રજુઆત કરવામાં આવી છે અને પિડીતાને ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે આ કેસ ફાસ્ટટ્રેક કોર્ટમા ચાલે અને અપરાધીઓને ફાંસીની સજા થાય, પોલીસ ખાતા ઉપર તપાસ થાય, પિડીતાના પરિવારને આર્થિક મદદ અને કુટુંબના એક વ્યકિતને સરકારી નોકરીની માંગણી સાથે ન્યાય અપાવવા રજુઆત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!