જૂનાગઢમાં શ્રી સરસ્વત બ્રહ્મ સમાજ દ્વારા ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તી પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તાજેતરમાં શ્રી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ જૂનાગઢ દ્વારા નવનિર્મિત ટ્રસ્ટના હોદેદારોની પણ વરણી કરવામાં આવી હતી જેમાં કૌશીકભાઈ એસ. સોનપાલ (પ્રમુખ), વિજયભાઈ એચ. ધરાદેવ (ઉપપ્રમુખ), દેવેન્દ્રભાઈ સી. પેરાણી (મંત્રી), વિરેન્દ્રભાઈ એલ. ધરાદેવ(સહ મંત્રી), રમેશભાઈ વી.લહેરૂ (ટ્રસ્ટી), જનકભાઈ આર. ખીરા (ટ્રસ્ટી), અતુલભાઈ કે. પશા (ટ્રસ્ટી), પ્રવિણભાઈ એન. ફંગડા (ટ્રસ્ટી), ભરતભાઈ બી. લહેરૂ (ટ્રસ્ટી), વિમલભાઈ એમ. લહેરૂ (ટ્રસ્ટી)ની વરણી થઈ છે. આ નવનિર્મિત ટ્રસ્ટ દ્વારા ઝાલોરાપા સંઘાડીયા બજાર જૂનાગઢ સ્થિત શ્રી રામેશ્વર મહાદેવ મંદિરનું સંપૂર્ણ રીનોવેશન કાર્ય સંપન્ન કરવામાં આવેલ છે. તદ ઉપરાંત આસો સુદ ૧પ અધિકમાસ પુરૂષોત્તમ માસ તા.૧/૧૦/ર૦ર૦ ગુરૂવારના રોજ શ્રી રામેશ્વર મંદિરમાં ભગવાન શ્રી પરશુરામની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા પેરાણી પરીવાર દ્વારા કરાવવામાં આવેલ છે. ભગવાન શ્રી પરશુરામજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાના આયોજનમાં બ્રહ્મ અગ્રણી સમસ્ત બ્રહ્મ સંગઠન યુવા મંત્રી જયદેવભાઈ જાેષી તેમજ પાદરીયા ભૂદેવી આશ્રમના માતા ચંદ્રીકાબેન ખિરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ મૂર્તિ પ્રતિષ્ઠા શાસ્ત્રી અતુલભાઈ કે. પશાના આચાર્યપદે સંપન્ન કરવામાં આવેલ હતી. આ કાર્યક્રમ દરમ્યાન બપોરે ફલાહાર તેમજ સાંજના પ્રસાદીનું આયોજન કરવામાં આવેલ હતું. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૂનાગઢ સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ સારસ્વત યુવક મંડળે જહેમત ઉઠાવેલ હતી. આ પ્રસંગે સમગ્ર સારસ્વત સમાજ તેમજ સમસ્ત બ્રહ્મ સમાજના લોકો સરકારશ્રીના આદેશ પ્રમાણે માસ્ક સાથે સેનેટાઈઝીંગ તેમજ સોશ્યલ ડીસ્ટન્સ જાળવી એકત્રિત થયેલ અને કાર્યક્રમ સફળ બનાવવામાં આવ્યો હતો.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews