જૂનાગઢ રેન્જ ડીઆઈજીપી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરતાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ એબ્સકોન્ડર સ્કવોડના પીએસઆઈ પી.જે.રામાણી તથા હે.કો. જે.પી.મેતા તથા ગીરૂભા, પો.કો. ભરતભાઈ આણંદભાઈ તથા રોહિતસિંહ રામસિંહ તથા ભુમિત બારોટ સહીતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાનન બાતમી હકિકત આધારે જૂનાગઢ – રાજકોટ હાઈવે ઉપર સુખપુર ગામ ટાટા વર્કશોપ પાછળ શકિત ટ્્રેડર્સ બાયો ડિઝલનો પંપ આવેલ ત્યાં ગેરકાયદેસર આર્થિક લાભ મેળવવા માટે સરકાર દ્વારા પેટ્રો કેમી. પ્રોડકટનો કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યુ આચરણ કરી કોઈપણ જાતના લાઈસન્સ વગર જવલંતશીલ પ્રવાહિનો સંગ્રહ કરી જીંદગી ભયમાં મુકાય તેવી બેદરકારી દાખવી વેંચાણ કરતા હોય જાેશી ત્યાં રેઈડ કરતા આરોપી શૈલેષભાઈ લાલજીભાઈ ભુવા જાતે પટેલ (ઉ.વ.૪૭) ધંધો પ્રા.નોકરી રહે.પંચેશ્વર આયુર્વેદિક હોસ્પિટલની બાજુમાં, જૂનાગઢને કુલ કિ.રૂા.૯૭૪રપ૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા આરોપી હાજર નહીં મળી આવેલ માલીક કમલેશભાઈ લાલજીભાઈ ભુવા રહે.જૂનાગઢવાળા વિરૂધ્ધ જૂનાગઢ તાલુકા પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews