જૂનાગઢ રેન્જ ડીઆઈજી મનિન્દર પ્રતાપસિંહ પવારની સુચના મુજબ ગેરકાયદેસર રીતે બાયોડિઝલ તથા જવલંતશીલ પદાર્થોનું વેંચાણ કરનારાઓ ઉપર કડક હાથે કામ લેવા સુચના કરેલ હોય જે અંતર્ગત રીડર પો.ઈન્સ. કે.કે.ઝાલાના માર્ગદર્શન હેઠળ રેન્જ સાયબર પો.સ્ટે.ના પો.ઈન્સ. આર.વી. વાજા પો.સબ.ઈન્સ. એસ.જી. ચાવડા તથા એ.એસ.આઈ પદુભા તથા પો.કોન્સ. રમેશભાઈ, હાર્દિકભાઈ, અરવીંદભાઈએ સંયુકત પેટ્રોલીંગમાં હતા એ દરમ્યાન પદુભાની બાતમીના આધારે વંથલી કણજા રોડ ઉપર માલધારી હોટલ દેવંગીની બાજુમાં આવેલ દ્વારકાધીશ એન્ટરપ્રાઈઝ બાયોડિઝલ નામનો પંપ આવેલ ત્યાં ગેરકાયદેસર કોઈપણ જાતના લાઈસન્સ વગર, જવલંતશીલ પ્રવાહિનો સંગ્રહ કરી ફાયર સેફટીના સાધનો નહિ રાખી જીંદગી ભયમાં મુકાય તેવી બેદરકારી દાખવી વેંચાણ કરતા હોય જેથી ત્યાં રેઈડ કરતા આરોપી ધરમણભાઈ કરણાભાઈ ડાંગર રહે.લુશાળા તા.વંથલીને કુલ રૂા.૬૭,૭૦૦/-ના મુદામાલ સાથે ઝડપી પાડી તથા આરોપી હાજર નહી મળી આવેલ હસમુખભાઈ ઉર્ફે હસુભાઈ લાકડાવાળા મનસુખભાઈ સાદરાણી રહે. જલારામ સોસાયટી, જૂનાગઢવાળા વિરૂધ્ધ વંથલી પો.સ્ટે. ખાતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews