જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, વિસાવદર પંથકમાં ગેરકાયદેસર બાયોડિઝલ વેંચનારાઓ સામે કડક કાર્યવાહી

0

જૂનાગઢ જીલ્લામાં અનઅધિકૃત રીતે બાયોડિઝલનું ધોમ વેંચાણ થતું હોવાની વ્યાપક ફરીયાદને પગલે ગઈકાલે જીલ્લા વહીવટી તંત્ર મામલતદાર, પોલીસ વગેરેની સંયુકત ટીમ દ્વારા વ્યાપક દરોડા પાડવામાં આવેલ છે. અને ગેરકાયદેસર બાયોડિઝલનું વેંચાણની કાર્યવાહી અટકાવી દેવામાં આવી છે. જૂનાગઢ, મેંદરડા, વિસાવદર- માણાવદર અને વંથલી પંથકમાં દરોડા પાડવામાં આવ્યાં હતાં. આ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધીની સુચના અને માર્ગદર્શન હેઠળ જીલ્લા પુરવઠા અધિકારી નિલેશ ગોવાણી, ચીફ સપ્લાય ઈન્સ. મનસુખ ભેંસાણીયા, મામલતદારનો સ્ટાફ તેમજ પોલીસ વગેરેની સંયુકત ટીમ દ્વારા સુખપુર, કણજા, ખાતે દરોડાની કાર્યવાહી કરાયા બાદ અન્ય સ્થળોએ પણ વ્યાપક દરોડા પાડવામાં આવ્યા હતાં. વિસાવદર તાલુકાનાં માંડવડ ચોકડી નજીક પાડવામાં આવેલા દરોડામાં પેટ્રોલિયમ પદાર્થ લીટર ૧પ૦૦ રૂા.૮૧ હજાર તેમજ અન્ય મુદામાલ મળી કુલ રૂા.ર,૩૧,૦૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે. ફાયર સેફટીના સાધનો રાખ્યા વગર અને પુર્વ મંજુરી વગર ગેરકાદયેસર રીતે વેંચાણ થતું હોય જે ઝડપાઈ જતાં વિસાવદરનાં પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.એન.ચાચીયાએ અબ્બાસખા ગુલાબખા લોધી વિરૂધ્ધ આવશ્યક ચીજવસ્તુધારા ભંગ બદલ ગુનો દાખલ કરવામાં આવેલ છે. ત્યારે સાસણ રોડ, માધવ પેટ્રોલપંપ સામેથી ફાયર સેફટીનાં સાધનો રાખ્યા વગર બેદરકારી ભર્યુ વલણ દાખવવા સબબ ભાણકુભાઈ ઉર્ફે સેલારભાઈ ગીડા સામે મેંદરડા પીએસઆઈએ ગુનો દાખલ કરેલ છે. આ ઉપરાંત માણાવદર તાલુકાનાં ગળવાવ ફાટક પાસે દરોડો પાડવામાં આવતાં જવલંતશીલ પ્રવાહીનો જથ્થો રસ્તે જતા વાહનોમાં બાયોડીઝલ હોવાનું જણાવી ગેરકાયદેસર રીતે વેંચાણ થતું હોવાનું બહાર આવેલ હતું અને ૬પ૦૦ લીટર બાયોડિઝલ રૂ.૩,૬૦,૭પ૦નો જથ્થો જપ્ત કરેલ છે. અને અશોકભાઈ દેવશીભાઈ ભીમાણી સહિત બે શખ્સો સામે પોલીસે કાર્યવાહી કરી છે. આ ઉપરાંત મેંદરડા રોડ ઉપર આવેલ એસ્સાર પેટ્રોલ પંપની બાજુમાં આવેલ શિવ ટ્રેડીંગ કંપનીમાં બાયોડિઝલ પંપના સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે જવનશીલ પ્રવાહી લીટર રર૦૦ ફિયુલ મશીન સહિત રૂા.૧,પ૮,૮૦૦નો મુદામાલ જપ્ત કરવામાં આવેલ છે અને દેવાભાઈ અભુભાઈ ઓડેદરા વિરૂધ્ધ એસઓજી પોલીસે ગુનો દાખલ કરેલ છે. અને વધુ તપાસ જૂનાગઢ તાલુકા પોલીસ ચલાવી રહી છે. જૂનાગઢ જીલ્લામાં ગેરકાયદેસર રીતે બાયોડીઝલનુંવેંચાણ કરી રહેલા ધંધાર્થીઓને ત્યાં રીતે દરોડા પાડી અને કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દરમ્યાન ગેરકાયદેસર ડિઝલ વેંચાણ કરનારાઓ સામે કડક કાર્યવાહી અને પગલા લેવાનું નિર્દેશ પુરવઠા વિભાગે આપ્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!