બિહારમાં યુવતી ઉપર ગેંગરેપ : પીડિતાએ જીવન ટૂંકાવ્યું

ઉત્તરપ્રદેશના હાથરસ ખાતે દલિત યુવતી ઉપર સામૂહિક બળાત્કારની શાહી હજુ સૂકાઈ નથી ત્યાં દેશના અલગ-અલગ ભાગોમાં બળાત્કારીઓ બેફામ બન્યા હોય તેમ રેપ અને ગેંગરેપની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થતો જઈ રહ્યો છે.
હવે બિહારના ગયામાં દલિત યુવતી ઉપર ગેંગરેપ ગુજારવામાં આવ્યો હતો. રેપની ઘટના બાદ યુવતીએ જીવન ટૂંકાવી લીધું હતું. આ મામલે ચાર આરોપીઓની સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જે ચાર લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં રાહુલ કુમાર, ચિંટૂ કુમાર, ચંદન કુમાર અને એક અજાણ્યા શખ્સનો સમાવેશ થાય છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!