રાજ્યની ૮ મનપા અને ૧૭૦ પાલિકા વિસ્તારમાં ફાયર બ્રિગેડની સ્થિતિ ચિંતાજનક

0

ગુજરાતમાં ફાયર સેફટી બાબતે સરકાર અને મહાનગર પાલિકાઓ ખુબ જ બેદરકાર છે. આગ અકસ્માતની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. પ્રજાના જાન માલને નુકસાન થઈ રહ્યું છે. તેમ છતાં સરકાર ગંભીર બનતી નથી ગુજરાત હાઈકોર્ટે છેલ્લા ર૦ વર્ષમાં ફાયર સેફટી બાબતે ડઝનેક ચુકાદા આપ્યા છતાં સરકારે તેનો અમલ કર્યો નથી. ૮ મહાનગરપાલિકા અને ૧૭૦થી વધુ નગરપાલિકા વિસ્તારમાં ફાયરબ્રિગેડની સ્થિતિ સારી નથી. રાજયમાં ફાયર સેફટીને લઈ કોંગ્રેસના મુખ્ય પ્રવકતા ડો. મનિષ દોશીએ ચોંકાવનારૂ નિવેદન આપ્યું છે. તેમના જણાવ્યા મુજબ ફાયર સર્વિસમાં મહત્વની જગ્યાઓ ઉપર ભરતી કરાતી જ નથી ૪૦ ટકા જેટલા અધિકારીઓ અને કર્મચારીઓની જગ્યા ખાલી છે. મહાનગરપાલિકા અને પાલિકા વિસ્તારોમાં સતત વધારો થઈ રહ્યો હોવા છતાં મહેકમમાં કોઈ વધારો કરવામાં આવતો નથી. અમદાવાદ શહેરમાં અગાઉ ભૌગોલિક વિસ્તાર ૪૬૪ ચો.કી.મી.નો હતો જે હાલ વધીને પ૪૪ ચો.કિ.મી. થઈ ગયો છે જયારે જનસંખ્યા ૮૦ લાખ સુધી પહોંચી ગઈ છે. એ જ રીતે સુરત શહેરનો અગાઉ ભૌગોલિક વિસ્તાર ૩ર૭ ચો.કી.મી.થી વધીને ૪૧૦ કિ.મી. અને વસ્તી ૭૧ લાખ, રાજકોટ શહેરનો વિસ્તાર ૧૭૦ કિ.મી.થી વધીને ર૩૦ કિ.મી. અને વસ્તી ૩૮ લાખ તથા વડોદરા શહેરનો ભૌગોલિક વિસ્તાર રર૦ કિ.મી.થી વધીને ૩૦૦ કિ.મી. અને જનસંખ્યા ર૧ લાખ સુધી પહોંચી ગઈ છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે વિસ્તાર અને વસ્તી વધવા છતાં ફાયર સુવિધા વધારવા કોઈ આયોજન કરાતું નથી. સરકારની જાહેરાતો માત્ર કાગળ ઉપર જ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!