માળીયા હાટીના તાલુકાનાં જુના ગળોદર શાળા દ્વારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઓનલાઈન ચિત્રસ્પર્ધા યોજાઈ

માળીયાહાટીના તાલુકાની જુના ગળોદર પ્રાથમિક શાળા દ્રારા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે ઓનલાઈન ચિત્ર સ્પર્ધા યોજી હતી. હાલ શાળાઓ બંધ છે પરંતુ શિક્ષણ નહીં.જુના ગળોદર શાળામાં માઈક્રોસોફ્ટ ટીમ્સના માધ્યમથી ઓનલાઈન ક્લાસ શરૂ છે .જેમાં દરેક શિક્ષકો બાળકો જુદા જુદા વિષયો નુ શિક્ષણ કાર્ય કરી રહ્યા છે .સાથે સાથે બાળકોમાં સર્જનાત્મક શક્તિ વિકસે તે માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીના જન્મ દિન ઉપક્રમે “ગાંધીજીના સ્વપ્નનું ભારત” અને “સ્વચ્છ ભારત, નિરોગી ભારત” એ વિષયો ઉપર ઓનલાઇન ચિત્ર સ્પર્ધા તેમજ નિબંધ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. આ ઓનલાઈન સ્પર્ધામાં બાળકો એ આપેલ વિષય ઉપર ઉત્સાહપૂર્વક ભાગ લીધલ હતો. અત્યારે શાળાઓ બંધ છે ત્યારે બાળકો ઘરબેઠા સર્જનાત્મકતાનો વિકાસ થાય તે હેતુથી આ પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતુ. જુના ગળોદર પે સેન્ટરના પે સેન્ટરના શિક્ષિકા કિંજલબેને રાઠોડ બાળકોને ઓનલાઇન માર્ગદર્શન આપ્યુ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!