વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિરનાં સાંનિધ્યે મંદિર દર્શન પ્રવેશ એન્ટ્રી ગેઈટ પાસે ગુજરાત ટુરીઝમ વિભાગ તરફથી તા. ૪ ઓકટો.થી દસ દિવસીય ગુજરાતનાં અણમોલ વૈભવી વારસાસમા આસ્થા સ્થાનકો, પક્ષી, વનરાજ અને ઐતિહાસીક સ્થળોની વિશાળ નમનરમ્ય આકર્ષક રંગીન તસ્વીરોનું પ્રદર્શન કાર્યરત કરાયું છે. સોમનાથ દર્શને આવતા પ્રવાસીઓ-યાત્રીકો પ્રદર્શનનાં આ સ્ટોલમાં વિવિધ તસ્વીરો સાથે પોતાના મોબાઈલથી સેલ્ફી લઈ યાત્રાને આનંદ સાથે રમણીય અને સ્મરણીય બનાવે છે. પ્રદર્શીત કરાયેલ તસ્વીરોમાં આદ્યશકિત માં અંબાજી મંદિર, પાવાગઢ, ગુજરાતનાં સરોવરોમાં વિહરતાં સુરખાબ પક્ષીઓ, સીદી સૈયદ જાળી, ગીરનો કેસરી વનરાજ, સ્ટેચ્યુ ઓફ યુનીટી સહીતની તસ્વીરો આકર્ષક સ્થંભોથી બનેલા સ્ટોલમાં દર્શાવાઈ રહી છે. સાથો સાથ ગુજરાત યાત્રાધામો, પ્રવાસધામોનું સાહિત્ય પણ વિતરણ વિનામુલ્યે મુલાકાતીઓને કરવામાં આવી રહેલ છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews