પોકેટ કોપ એપ્લીકેશનથી વાહન ચોરીના આરોપી પાસે વધુ ગુન્હાની કબુલાત કરાવતી જૂનાગઢ પોલીસ

0

 

જૂનાગઢ રેન્જના ડીઆઈજી. મનીંદર પ્રતાપસિંઘ પવાર, જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા જૂનાગઢ જીલ્લામાં ગુજરાત સરકાર દ્વારા ઈ-ગુજકોપ અંતર્ગત શરૂ કરવામાં આવેલ પોકેટ કોપ પ્રોજેક્ટનો ઉપયોગ કરવા જિલ્લાના તમામ થાણા અમલદારોને ખાસ સુચના આપવામાં આવેલ છે તે અન્વયે જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ આર.બી.સોલંકી, હેડ કોન્સ. પરેશભાઈ, પોલીસ કોન્સ. પૃથ્વીરાજસિંહ, ભગતસિંહ, કલ્પેશભાાઈ સહિતના સ્ટાફ દ્વારા જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે તાજેતરમાં વાહન ચોરીના કેસમાં પકડાયેલા આરોપી વિરૂધ્ધ પોકેટ કોપ એપ્લિકેશધ્‌નો તપાસમાં ઉપયોગ કરવામાં આવેલ હતો. તાજેતરમાં જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મેંદરડા અને ગોંડલ ખાતેની વાહન ચોરીના બે ગુન્હામાં સંડોવાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ (જાતે કોળી ઉ.વ. ૩૫ રહે. ગોપાલનગર, દોલતપરા, જૂનાગઢ)ની પૂછપરછમાં પોતે ભૂતકાળમાં એ ડિવિઝન ખાતે દુષ્પ્રેરણાના એક જ ગુન્હામાં પકડાયેલા હોવાનું કબુલ કરેલ હતું. પરંતુ બી ડિવિઝન ખાતે પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સ્ટાફની ટીમ દ્વારા આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ અંગે પોકેટ કોપ એપ્લિકેશનમાં સર્ચ કરવામાં આવતા, આ ગુન્હામાં પકડાયેલ આરોપી જગદીશ ઉર્ફે જગો હાજાભાઈ ૨૦૧૭ની સાલમાં જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધમકી આપવાના કેસમાં, ૨૦૧૮ની સાલમાં પણ જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીના ગુન્હામાં, રાજકોટ રૂરલના ગોંડલ સીટી પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરીના ગુન્હામાં, સને ૨૦૨૦ની સાલમાં ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે વાહન ચોરી કેસમાં સહિતના કુલ ચાર જેટલા ગુન્હામાં પકડાયેલ આંતર જિલ્લા આરોપી હોવાની વિગતો પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા જાણવા મળેલ હતી. વાહન ચોરીના ગુન્હામાં પકડાયેલ આ આરોપી ભૂતકાળમાં કરવામાં આવેલ ગુન્હાઓ છુપાવવા માંગતો હતો, પરંતુ પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા સર્ચ કરવામાં આવતા, પોકેટ કોપ એપ્લિકેશનએ આરોપીની પોલ ખોલી નાંખતા, આરોપી ક્ષોભજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયેલ હતો. પોકેટ કોપ એપ્લિકેશન દ્વારા આરોપીનો ગુન્હાહિત ઇતિહાસ જાણવા મળતા, આરોપીએ પોતે ભૂતકાળમાં ઉપરોક્ત ગુન્હાઓ આચરેલ હોવાની કબૂલાત કરવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!