માંગરોળને પોતાની કર્મભૂમિ બનાવી શિક્ષણ ક્ષેત્રે ભગીરથ ફાળો આપનાર એન.બી.શેખનું ૭૮ વર્ષની વયે નિધન

0

જૂનાગઢ જીલ્લાના માંગરોળના નિવૃત્ત શિક્ષક હાજી નુરૂદ્દીન બસીરૂદ્દીન શેખનું ૭૮ વર્ષની વય ટૂંકી માંદગી બાદ નિધન થતાં માંગરોળનો શિક્ષિત સમાજ શોકમય બન્યો છે. શેખ સાહેબના નામે ખ્યાતિ પામેલા એન.બી.શેખનો જન્મ ગુજરાતના પેટલાદ ખાતે ૧૯૪૩માં થયો હતો. શિક્ષણ ક્ષેત્રે કવોલીફાઈડ થઈ એક સરકારી શિક્ષક તરીકે તેમણે માંગરોળની વિવેકાનંદ વિદ્યાલયમાં નોકરી મેળવી સેવાનો પ્રારંભ કર્યો હતો. અંગ્રેજી વિષયના મહાર્થી હાજી નુરૂદ્દીન બસીરૂદ્દીન શેખ ટૂંક સમયમાં વિદ્યાર્થીઓ અને વાલીઓમાં શેખ સાહેબ તરીકે લોકપ્રીય હતા. તેઓના મિલનસાર સ્વભાવ અને આગવા રૂઆબ થઈ હિન્દુ-મુસ્લીમ બંને સમાજમાં શેખ સાહેબ તરીકે પ્રખ્યાત થયા હતા. તેઓની આ ફાની દુનિયામાંની વિદાયથી અસંખ્ય વિદ્યાર્થીઓ તેમજ માંગરોળની તમામ સમાજના શિક્ષણ પ્રેમી લોકો શોકમય બન્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!