ખંભાળિયાના કર્મનિષ્ઠ રઘુવંશી સ્વ. મહેન્દ્રભાઈ રાડિયાને મીડિયા કર્મીઓ દ્વારા શ્રધ્ધાસુમન

ખંભાળિયામાં છેલ્લી અડધી સદી કરતા વધુ સમયથી વર્તમાનપત્રના વ્યવસાય સાથે સંકળાયેલા કર્મનિષ્ઠ રઘુવંશી એવા મહેન્દ્રભાઈ સુંદરજીભાઈ રાડીયાનું ગત તારીખ ૨૭ના રોજ ૭૦ વર્ષની જૈફ વયે નિધન થતા ખંભાળિયાના અખબારી આલમમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. જીવનના અંત સુધી કાર્યશીલ રહેલા મહેન્દ્રભાઈ રાડીયાનું દુઃખદ અવસાન થતા ખંભાળિયાના મીડિયા કર્મીઓએ તાજેતરમાં અત્રે શેઠ કાનજી ચતુ ધર્મશાળા ખાતે એક શોકસભાનું આયોજન કર્યું હતું. અહીંના હિતેન્દ્રભાઈ આચાર્ય, વિનાયકભાઈ ભટ્ટ, ઈન્દ્રજીતસિંહ પરમાર, સહિતના પ્રિન્ટ મીડિયા તથા ઈલેક્ટ્રોનિક મીડિયાના મોટી સંખ્યામાં પત્રકારોની ખાસ ઉપસ્થિતિમાં યોજાયેલી લોકસભામાં સ્વ. મહેન્દ્રભાઈ રાડીયાના અહિંના અખબાર જગતમાં યોગદાન તથા અજોડ શ્રમ અને નિષ્ઠાને અવિસ્મરણીય ગણી, મિડીયા કર્મીઓએ વિવિધ પ્રકારના સંસ્મરણો તાદ્રશ્ય કર્યા હતા. આ શોક સભામાં પુષ્પાંજલિ તથા મૌન પાડી, સ્વ. મહેન્દ્રભાઈને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!