બિલખામાંં યુવા ભાજપની થયેલ રચના

0

બિલખામાં તાજેતરમાં યુવા ભાજપની રચના કરવામાં આવેલ છે. ગત તા.ર-૧૦-ર૦ર૦ના રોજ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને ભારત રત્ન લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિના પ્રસંગે એકસોથી વધુ યુવાનો ભાજપમાં જાેડાયા હતાં. જાેડાયેલા યુવાનોને દરેક આગેવાનોએ આવકાર્યા હતાં. આ તકે બિલખા શહેર ભાજપ દ્વારા આયોજીત કાર્યક્રમમાં સાંસદ રાજેશભાઈ ચુડાસમા તેમજ જૂનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કિરીટભાઈ પટેલ તેમજ જૂનાગઢ યુવા ભાજપ પ્રમુખ પ્રમુખ ચીરાગભાઈ રાજાણી અને જૂનાગઢ જીલ્લા તાલુકાના હોદેદારો તેમજ બીલખા અને આજુબાજુના ગ્રામ્ય અને સ્થાનીક કાર્યકરો હાજર રહયા હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કિરીટભાઈ પટેલ અને રાજેશભાઈ ચુડાસમાએ નવા જાેડાયેલા કાર્યકરોને ભાજપની વિચારધારા વિશે માર્ગદર્શન આપેલ અને સાથે – સાથે કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પાસ કરવામાં આવેલ કૃષિબીલ અંગે ખુબજ ઉંડાણ પુર્વક સમજ આપેલી હતી. અને આ બીલ ખેડુતો માટે ખુબજ ઉપયોગી છે તે બાબતે સ્પષ્ટ માર્ગદર્શન આપેલ હતું. એમ બીલખા શહેર યુવા ભાજપ પ્રમુખની યાદી જણાવે છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!