હાથરસની ઘટનાનાં વિરોધમાં આજે જૂનાગઢ કોંગ્રેસ દ્વારા ધરણા

તાજેતરમાં યુપીનાં હાથરસમાં બનેલી ગેંગરેપની ઘટના અને પીડાતાનાં મોતનાં બનાવને પગલે સમગ્ર દેશમાં ભારે ખળભળાટ મચી જવા પામી છે. આરોપીને કડક સજાની માંગણી કરવામાં આવી રહી છે. અને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમીત ચાવડાનાં આદેશથી જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ નટુભાઈ પોંકીયા, જૂનાગઢ શહેર પ્રમુખ અમીતભાઈ પટેલની આગેવાનીમાં આજે સવારે ૧૦ વાગ્યાથી ધરણાનો કાર્યક્રમો યોજવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં જૂનાગઢનાં ધારાસભ્ય ભીખાભાઈ જાેષી તેમજ કોંગ્રેસ અગ્રણીઓ અને કોંગ્રેસ પક્ષનાં કાર્યકરો ઉપસ્થિત રહયાં હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!