ગુજરાત રાજય કર્મચારી મહામંડળ દ્વારા મુખ્યમંત્રીને પત્ર પાઠવી જણાવાયુું છે કે, હાલ રાજયમાં કોરના વાયરસની રાષ્ટ્રીય આપત્તિ આવેલ હોય કેન્દ્ર અને રાજય સરકાર દ્વારા સોંપાયેલ કામગીરીમાં તમામ વિભાગના આવશ્યક સેવાઓના કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહેલ છે. રાજય ઉપર આવેલ આપત્તિમાં કર્મચારીઓ, અધિકારીઓ ફીઝીકલ અને આર્થિક રીતે પણ સહભાગી બનેલ છે. ત્યારે ગુજરાત સરકાર દ્વારા કર્મચારીઓને દર છ મહિને અપાતું મોંઘવારી ભથ્થું સ્થગિત કરેલ હોય તેમાં સુધારો કરી જુલાઈ-ર૦૧૯થી ડિસેમ્બર-ર૦૧૯ સુધીનો પાંચ ટકા મોંઘવારી ભથ્થાનો તફાવત, જાન્યુઆરીનું ર૦ર૦નું મોંઘવારી ભથ્થુ આપવા માંગણી કરવામાં આવી છે. હાલમાં સરકાર દ્વારા એચઆરએ, ટ્રાન્સપોર્ટ એલાઉન્સ, મેડીકલ ભથ્થુ, સ્થાનિક વળતર ભથ્થુ, દૈનિક ભથ્થુ સહિતના તમામ ભથ્થા છઠ્ઠા પગાર પંચ મુજબ ચુકવાય છે જેથી તમામ કર્મચારીઓને સરેરાશ ૧પ થી રપ ટકા જેટલું પગારમાં નુકશાન સહન કરવું પડે છે તેથી રાજય સરકારના તમામ કર્મચારીઓને તમામ ભથ્થાઓ સાતમા પગાર પંચ મુજબ આપવાની ઘટતી કાર્યવાહી કરવા ગુજરાત રાજય કમર્ચારી મહામંડળે માંગણી કરી છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews