કોડીનારમાં ગરીબોને આપવાનું લાખો રૂપિયાનું અનાજ બારોબાર સગેવગે થઇ ગયું

0

કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન રાજય અને કેન્દ્ર સરકાર દ્વારા રેશનકાર્ડ ધારકોને મફત અનાજ આપવામાં આવેલ તે અનાજનો જથ્થો સરકારી કર્મચારીઓએ લીધો ન હોવા છતાં તેમના નામે આ જથ્થો બારોબાર વેંચાઈ ગયો હોવાનું કોડીનારના આર.ટી.આઈ. કાર્યકર્તા મહેશભાઈ મકવાણાએ પુરવઠા તંત્ર પાસે માંગેલી માહિતીમાં આ ભાંડો ફૂટતા મહેશભાઈએ આ સમગ્ર મામલાની તપાસ માટે આધાર પુરાવા સાથે એ.સી.બી.ના નિયામક કેશવકુમારને એક પત્ર પાઠવ્યો છે. કોડીનારના મહેશભાઈ મકવાણાએ પત્રમાં જણાવ્યા મુજબ સરકારે કોરોના મહામારીમાં લોકડાઉન દરમ્યાન ગરીબ લોકોને મફત અનાજ આપવાની જાહેરાત કરી હતી એ મુજબનો જથ્થો રાશનદારની દુકાનેથી વિતરણ કરાયું હતું, જેમાં મોટા ભાગના લોકો અનાજનો જથ્થો લઈ ન ગયા હોવા છતાં બોગસ રેકોર્ડ બનાવી અનાજ બારોબાર ચાઉ થઈ ગયાનું માલુમ પડતા આ અંગે માહિતી માંગવામાં આવતા જેમાં કોડીનાર પુરવઠા વિભાગે ૨૦/૭/૨૦ના પત્રથી અધૂરી માહીતી આપીને મહેશભાઈને જણાવેલ કે તમે માગેલી માહીતી ૭૦ થી ૭૫ હજાર પાનાની થતી હોય રકમ ભરો તો માહીતી આપી શકાય,પરંતુ અરજદાર બી.પી.એલ.કાર્ડ ધારક હોવાથી રકમ ભરવાની થતી ન હોવાનું જણાવતા તંત્ર દ્વારા જે માહીતી જોઈતી હોય તેનું અવલોકન કરવા જણાવતા મહેશભાઈએ મામલતદાર કચેરીએ બે દિવસ જઈ પુરવઠા રેકોર્ડનું અવલોકન કરતા કોડીનારના નિવૃત ડિસ્ટ્રિકટ જજ ગીરીશભાઈ દામોદ્રાએ તેમની રાશનની દુકાનેથી રાશનનું માલ અંગુઠો મારીને ઉપાડયાનું માલુમ પડેલ જે કુપન ધારક એજયુકેટેડ અને નિવૃત ડિસ્ટ્રિકટ જજ હોય તે અંગુઠો મારે કે સહી કરે ? અને આ ઉપરાંત અનેક રાશનની દુકાનના રજીસ્ટરમાં સરકારી કર્મચારીઓએ રાશનનું માલ લીધાનું બહાર આવતા ખરેખર આ તમામ લોકોએ માલ લીધો નથી ત્યારે એમના નામે ખોટા અંગુઠા મારી તેમને મળવાપાત્ર રાશનનો માલ બારોબાર સગેવગે થઈ ગયાનું માલુમ પડે છે. મહેશભાઈએ પત્રમાં વધુમાં જણાવ્યા મુજબ સસ્તા અનાજની દુકાન ચલાવતા લોકો દ્વારા તેમની દુકાન ઉપર કોઈ બોર્ડ લગાવવામાં આવતું નથી તેમજ મહિનામાં ફકત ચાર-પાંચ દિવસ જ રાશનની દુકાનો ખુલે છે અને કુપન ધારકોને માલ સાથે કોમ્પ્યુટરાઈઝ બિલ આપવાના થાય છે તેમ છતાં બિલ આપવામાં આવતા ન હોવાનું ઉપરાંત તમામ રાશનની દુકાનદારોના રજીસ્ટરના અવલોકન કરાતાં રજીસ્ટરો અધૂરા અને કોરા માલુમ પડેલ જે રજીસ્ટર મામલતદાર કચેરી દ્વારા સ્વીકારી લેવાતા મિલી ભગતની શકયતા નકારી શકાતી નથી ત્યારે તંત્ર અને લાખો રૂપિયાનું અનાજ ગરીબોના ઘરે જવાના બદલે બારોબાર સગેવગે થઈ ગયાનું બહાર આવતા જવાબદારો સામે કાયદાકીય દાખલારૂપ પગલા ભરવા મહેશભાઈ મકવાણાએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!