હાઈકોર્ટની અવમાનના બદલ અગ્રણી વકીલને ૬૦ દિવસ કોર્ટમાં બેસવાની સજા !

0

ગુજરાત હાઈકોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને ધારાશાસ્ત્રી યતીન ઓઝાએ મેટર ફાઈલ કરીને બોર્ડ પર લેવા મામલે રજિસ્ટ્રી અને ત્રણ જજીસ સામે આક્ષેપ કર્યા હતા. હાઈકોર્ટ સામે કેસ રજિસ્ટર કરવા અંગેના આક્ષેપને લઈને યતીન ઓઝાની સામે હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ સુઓમોટો અરજી કરી હતી. ત્યારબાદ ગઈકાલે હાઈકોર્ટે યતીન ઓઝાને દોષિત જાહેર કર્યા હતા. આજે હાઈકોર્ટે યતીન ઓઝાને ર૦૦૦ રૂા.નો દંડ ફટકાર્યો હતો અને જો દંડ નહીં ભરે તો બે મહિનાની જેલની સજા કરવા હુકમ કર્યો હતો. આ ઉપરાંત હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ કેસમાં દાખલારૂપ સજા કરતા ૬૦ દિવસ સુધી હાઈકોર્ટમાં બેસવાની સજા કરી છે. ગુજરાત હાઈકોર્ટના પૂર્વ સિનિયર એડવોકેટ યતીન ઓઝાએ મેટર ફાઈલ કરીને બોર્ડ પર લેવા મામલે રજિસ્ટ્રી અને ૩ જજીસ સામે આક્ષેપ કર્યા હતા. ઓઝાએ આક્ષેપ કર્યો હતો કે, લોકડાઉનમાં કોર્ટમાં આવતા નવા કેસને ફાઈલ કરવા અને સુનાવણી યોજવા મામલે રજિસ્ટ્રી ભેદભાવ કરી રહી છે. વગદાર લોકોના કેસ તરત બોર્ડ પર આવે છે. જ્યારે સામાન્ય લોકોનાં કેસ મુકાતા ધમકી આપવામાં આવે છે કે, જજનું વલણ કડક છે. તમે ધાર્યું પરિણામ મેળવી શકો છો એવા આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ આક્ષેપને પગલે હાઈકોર્ટે ઓઝા સામે કન્ટેમ્પ્ટ પિટીશન દાખલ કરી શો કોઝ નોટિસ પાઠવી હતી. હાઈકોર્ટ સામે કેસ રજિસ્ટર કરવા કરેલા આક્ષેપને લઈને ઓઝા સામે હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ સુઓમોટો અરજી કરી હતી. યતીન ઓઝાએ બિનશરતી માફી માગી હવે ભૂલ નહીં થાય તેવી રજૂઆત કરી હતી. પરંતુ માફીની અરજી ગ્રાહ્ય રખાઈ નથી. ત્યારે આ સુઓમોટો અરજી અંગે હાઈકોર્ટે યતીન ઓઝાને ગઈકાલે દોષિત જાહેર કર્યા હતા. અને આજે હાઈકોર્ટર્ે યતીન ઓઝાને ર૦૦૦ રૂા.નો દંડ અને જો આ દંડ ન ભરે તો યતીન ઓઝાને બે મહિનાની જેલની સજાનો જસ્ટિસ સોનિયા ગોકાણી અને જસ્ટિસ એન.વી. અંજારિયાની ખંડપીઠે હુકમ કર્યો હતો. જ્યારે યતીન ઓઝાને હાઈકોર્ટે કન્ટેમ્પ્ટ કેસમાં દાખલારૂપ સજા કરતા ૬૦ દિવસ સુધી હાઈકોર્ટમાં બેસવાની સજા કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!