બિલખામાંથી વરલી મટકાનાં જુગાર અંગે એકને ઝડપી લેતી પોલીસ

જૂનાગઢ રેન્જનાં પોલીસ મહાનિરીક્ષક મનીન્દરસિંગ પવાર અને જીલ્લા પોલીસવડા રવિ તેજા વાસમ શેટી તથા ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ બિલખા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. બિલખા પોલીસ સ્ટેશનના પીએસઆઈ એસ.કે.માલમ તથા સ્ટાફ પેટ્રોલીંગમા હતાં તે દરમ્યાન ચોકકસ બાતમીના આધારે બિલખા સ્ટેશન પ્લોટ વિસ્તારમાંથી અતુલ નરોતમભાઈ નામના શખ્સને વરલી મટકાનાં આંકડા સાથે હારજીતનો જુગાર રમાડતા રોકડ રૂા.૧૦રર૦ તથા મોબાઈલ રૂા.પ૦૦નો મળી કુલ રૂા.૧૦૭ર૦નાં મુદામાલ સાથે ઝડપી લઈ તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!