ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં બોરીમાં રપ કિલોનું પેકીંગ કરાવવા માંગણી

જૂનાગઢ જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ નટુભાઈ પોંકીયા અને મહામંત્રી વિ.ટી. સીડાએ કૃષિ સહકાર વિભાગના અગ્રસચિવને એક પત્ર પાઠવી અને મગફળીની બોરીમાં રપ કિલોનું પેકીંગ કરવા રજૂઆત કરી છે. જૂનાગઢ જીલ્લામાં ભારે વરસાદને પગલે મગફળી સહીતના પાકોને નુકશાન થયું છે. ચાલુ વર્ષે મગફળીના દાણાની સાઈઝમાં ફેરફાર હોવાના કારણે બોરીમાં ૩૦ કિલોને બદલે ઓછી મગફળી સમાવવાની શકયતા રહશે જેથી ટેકાના ભાવે મગફળી ખરીદીની ગાઈડલાઈનમાં ફેરફાર કરી અને બોરીમાં ૩૦ કિલોના બદલે રપ કિલોનું પેકીંગ કરવા વિનંતી સાથે ભલામણ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!