જૂનાગઢમાં પ્રાણી અત્યાચાર સમિતિના હોદેદારોની વરણી

જૂનાગઢમાં પ્રાણી અત્યાચાર સમિતિના હોદેદારોની વરણી કરવામાં આવી છે. જૂનાગઢ જીલ્લા કલેકટરના સ્થાને તેમજ જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી, જીલ્લા પોલીસ વડાના ઉપાધ્યક્ષસ્થાન અને તમામ હોદેદારોના માર્ગદર્શન હેઠળ કલેકટર કચેરીના સભા ખંડમાં ગઈકાલે બેઠક મળી હતી. આ બેઠકમાં પાંચ નવા સભ્યોની વરણી થઈ હતી જેમાં પ્રાણી અત્યાચાર સમિતિનામાં છેલ્લા ૧પ વર્ષથી જીવદયાની સેવા આપતા પ્રખર જીવદયા પ્રેમી ભાવિનભાઈ માકડીયાની ઉપાધ્યક્ષ તરીકે વરણી થઈ હતી. જયારે હીરેનભાઈ રૂપારેલીયા (સભ્ય), જયેશભાઈ ખેસવાણી (સભ્ય), જયેશભાઈ કુબાવત (સભ્ય), સંદિપભાઈ કોટેચા (સભ્ય), હીરેનભાઈ નાગ્રેચા (સભ્ય) તરીકે વરણી થતા તેઓને આવકારીને અભિનંદ પાઠવામાં આવેલ છે. વિશ્વ હિન્દુ પરીષદના અધ્યક્ષ દ્વારા પણ આ વરણીની આવકારી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!