રોપવેની કામગીરી પૂર્ણતાના આરે : રૂટ ઉપર ર૪ ટ્રોલીનું ટેસ્ટીંગ

0

ગિરનારની ટોચ ઉપર બીરાજતા જગત જનની માં જગદંબાની પુજા અર્ચના અને આરાધના માટેનાં પર્વ એવા નવલી નવરાત્રી નજીકનાં સમયમાં આવી રહી છે. શકિતની આરાધનાના આ પર્વે ગિરનાર અંબાજી મંદિરનાં મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ તથા નાનાપીરબાવા ગણપતગીરીબાપુ અને ભાવિકો દ્વારા શાસ્ત્રોવિધી સાથે દર વર્ષની જેમ પુજન- આરતી- હવન સહિતનાં કાર્યક્રમો યોજાશે. પરંતુ ફેર એટલો રહેશે કે આ વર્ષે કોરોનાનાં સકંટકાળમાં સામાજીક ડિસ્ટન્સ અને આરોગ્ય વિભાગની ગાઈડીલાઈન સહિત પુજન સહિતના કાર્યક્રમો યોજવામાં આવશે. ગિરનારની ટોચ ઉપર બીરાજતા અંબે માતાજીનાં દર્શનનો અનેરો મહિમા છે. શકિતપીઠ એવા અંબાજી માતાજીનાં મંદિરે દર વર્ષે હજરોની સંખ્યામાં નાના-મોટા સૌ કોઈ મળી ભાવિકો દર્શનાર્થે આવે છે. માતાજીના પાવન દર્શન કરી અને ભાવ વિભોર બની જતા હોય છે. અંદાજીત ૯૯૯૯ પગથીયાનો રસ્તો પાર કરી માતાજીનો દર્શનનો લ્હાવો મળી શકેછે. અંબાજી માતાજીનાં દર્શને જવા માટે સાહસપ્રિય ભાવિકો અને યુવાનો પોત પોતાના જુથમાં થનગનાતા પગથીયા ચડઉતર કરી માતાજીના દર્શન કરી શકે. બીજી તરફ દેશ-ભરમાં પ્રખ્યાત એવી ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા પણ ગિરનારની આ સીડીના ટ્રેક ઉપર યોજાતી રહી છે. અને દેશભરમાંથી યુવાનો ભાગ લેતા હોય છે. આજુબાજુ કુદરતી વાતાવરણ અને મનોરમ્ય અને પ્રકૃતિ જયાં સોળેકળાએ ખીલી ઉઠે છે. તેવા ગીરનાર પર્વત અને અહિંના ધાર્મિક સ્થળો લોકો માટે અનેરૂ મહાત્મય ધરાવે છે. અને ગજબનું આકર્ષણ ધરાવે છે. ગિરનારની ટોચ ઉપર બીરાજતા માતાજી જગદંબા તેમજ ભગવાન ગુરૂદતાત્રેયના દર્શને જવા માટે અબાલ વૃધ્ધ ખાસ ડોળીવાળા ભાઈઓ યાત્રીકોને ડોળીમાં બેસાડી અને અશકત ભાવિકને દર્શન કરવા મુકામ ઉપર પહોંચાડી માતાજીના દર્શનનો લ્હાવો અપાવી અને રોજગારીની સાથે-સાથે પુણ્યનું ભાથુ પણ મેળવતા હોય છે. આવા ગરવા ગિરનાર ખાતે આઝાદી બાદ છેલ્લા પાંચ દાયકા ઉપરાંતથી ગિરનાર રોપ-વે સાકાર થાય તે માટે પ્રોજેકટ મુકવામાં આવેલ. અનેક લોકોએ યથાશકિત યોગદાન આપેલ છે. અને સહુનાં સહીયારા પુરૂષાર્થ થકી હવે યોજના પુર્ણ થઈ રહી હોવાનું જાણવા મળેલ છે અને તેનો અંતિમ તબકકો હાલ ચાલી રહયો છે. અને નજીકનાં દિવસોમાં જ રોપવેની કામગીરી પુર્ણ થવાની છે. એશિયાની પ્રખ્યાત ઉષા બ્રેકો કંપની દ્વારા રોપ-વે પ્રોજેકટનું કામ હાથ ઉપર લેવામાં આવ્યું હતું અને હવે છેલ્લી ઘડીનાં કાર્યો બાકી છે અને યુધ્ધનાં ધોરણે ચાલી રહેલી આ કામગીરી વહેલી તકે પુર્ણ થાય તે માટે કંપની તરફથી પ્રયાસો કરવામાં આવી રહયા છે. મળતી વિગત અનુસાર ઓસ્ટ્રીયાના ટીમનાં નિષ્ણાંત ઈજનેરો દ્વારા તેમની દેખરેખ હેઠળ અંતિમ તબકકાની કામગીરી ચાલી રહી છે. રોપવેનાં રૂટ ઉપર ચોવીસે ચોવીસ ટ્રોલી દોડતી કરી દેવામાં આવી છે. એક ટ્રોલીમાં આઠ વ્યકિત બેસી શકે તેવી વ્યવસ્થા છે જેને લઈને ટ્રાયલ બેજ ઉપર જે ટ્રોલી દોડી રહી છે તેમાં તે અનુરૂપ ૬૪૦ કિલોના વજનનાં બાચકા મુકી અને ટ્રાયલ લેવાઈ રહી છે. અને નજીકના સમયમાં જ આ પ્રોજેકટ પુર્ણ થવાનું જાહેર કરવામાં આવશે. અને ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા તે અંગેનો કાર્યક્રમ સતાવાર રીતે જાહેર થાય તેવા નિર્દેશો મળી રહયા છે.
મુખ્યમંત્રીએ ખાતમુર્હુત કર્યુ હતું અને ૯મી નવેમ્બર ર૦ર૦નાં વડાપ્રધાનના હસ્તે રોપ-વેનું ઉદઘાટન થવાની શકયતા : કદાચ ૩૧મી ઓકટોબરે પણ રોપવે યોજનાનું ઉદઘાટન થઈ શકે છે

જૂનાગઢ અને સોરઠ પંથકની જીવાદોરી સમાન રોપ-વે યોજનાની કામગીરી હવે અંતિમ તબકકામાં ચાલી રહી છે અને આગામી દિવસોમાં પ્રોજેકટ પુર્ણ થયાનું જાહેર થયાં બાદ તેના ઉદઘાટન અંગેની તૈયારી હાથ ધરવામાં આવશે. સરકારી તંત્ર દ્વારા તે અંગેનો તખ્તો ગોઠવવામાં આવી રહયો છે. દરમ્યાન રોપવે યોજના અંગેની એક ખાસ વિગત પણ અત્રે જણાવી દઈએ કે રાજય સરકાર દ્વારા ગુજરાતના સ્થાપના દિવસની વિવિધ શહેરોમાં ઉજવણી કરવામાં આવી રહી છે. આ દરમ્યાન જૂનાગઢ શહેરમાં ર૦૦૭ની સાલમાં ગુજરાતનાં ગૌરવ દિનની અનેકવિધ કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતનાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ કાર્યક્રમોમાં હાજરીઆપી અને સોરઠની જીવાદોરી સમાન રોપવે યોજનાની ખાતમુર્હુત વિધી પણ કરી હતી. ગિરનાર રોપવે યોજનાએ નરેન્દ્રભાઈ મોદી માટે ડ્રીમ પ્રોજેકટ છે અને આ પ્રોજેકટ પુરો કરવા સરકાર તત્પર બની છે. આ ખાતુુમુૃર્હુત વિધીનાં બાદ જૂનાગઢ ખાતેની એક જાહેર સભામાં ચૂંટણી પ્રચાર માટે આવેલા ભારતનાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ રોપવે યોજના અંગેં સરાજાહેર જાહેરાત કરી હતી અને તેઓએ એવી ઘોષણા પણ કરી હતી કે જૂનાગઢનો મુકિત દિન એટલે નવમી નવેમ્બર છે અને મારી ઈચ્છા એવી છે કે આજ દિવસે જૂનાગઢવાસીઓને મારે રોપવેની ભેટ આપવી જાેઈએ. જાેકે આ જાહેરાત બાદ પછીના વર્ષોમાં આ સ્વપ્નું એક યા બીજા કારણોસર પુરૂ થઈ શકયું ન હતું. પરંતુ હવે જયારે તક મળી છે અને રોપવે પણ પુરો થઈ રહયો છે. તો બીજી તરફ જૂનાગઢનો મુકિતદિન નવમી નવેમ્બર પણ બરાબર ૩૦ દિવસ પછી આવી રહેલ છે. ત્યારે વડાપ્રધાનશ્રીના હસ્તે રોપવે યોજનાનો શુભારંભ થઈ શકે તેમ છે. જાેકે આ અંગે હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી. પરંતુ સરકારી તંત્ર રાજયકક્ષાએથી આ અંગેની જાહેરાત કરી શકે છે. નવમી નવેમ્બરે જાે રોપવેનો શુભારંભ ન થાય તો પછી ર૦ર૧નાં વર્ષમાં જૂનાગઢને રોપવેની ભેટ મળી શકે છે. અથવા ૩૧ ઓકટોબરે સરદાર વલ્લભભાઈ પટેલ જન્મ જયંતિ નિમિત્તે પણ રોપવેનો શુભારંભ થઈ શકે છે તેવું બિનસત્તાવાર રીતે બહાર આવ્યું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!