ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળની કેન્દ્ર સરકાર અને ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીના માર્ગદર્શન હેઠળની ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને પ્રવાસન ક્ષેત્રમાં વિશ્વભરમાં અવ્વલ નંબરનું સ્થાન મળે તે માટેના પ્રયાસોને અગ્રિમતા આપવામાં આવી છે. જૂનાગઢનાં વિકાસના દ્વાર સમા ગિરનાર રોપવે યોજનાની કામગીરી પૂરી થવામાં છે અને આગામી તા. ૯ મી નવેમ્બર અથવા તો ૩૧ ઓકટોબરના તેનું લોકાર્પણ થાય તેમ મનાય છે. આ ઉપરાંત સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે ર૦૦ પ્રવાસીઓને એક સાથે બેસાડી ૬ કિ.મી.નો ફેરાવો કરી મનોરંજન સાથે બોટીંગ કરાવતી ફેરી ક્રુઝ સર્વિસ હવે આગામી તા. ૩૧ મી ઓકટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ થાય તેવી શકયાતઓ વચ્ચે પુર્નઃ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જાે કે, કોરોના મહામારી વચ્ચે સોશ્યલ ડિસ્ટન્સ માટે પ૦ જેટલા પ્રવાસીઓની સફર કરાવવામાં આવશે તેવી તૈયારી સાથે આ સેવા પ્રવાસીઓ માટે ખુલ્લી મુકાશે. એક પ્રવાસી દીઠ રૂા. ૩૦૦ની ટીકીટ નક્કી કરવામાં આવી છે. નર્મદા જિલ્લામાં આવેલી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી જે દેશ અને દુનિયામાં પ્રચલિત થઈ છે અને તેને નિહાળવા બે વર્ષમાં ૪૪ લાખ કરતાં વધુ પ્રવાસીઓ આવી ચુકયા છે. સરકાર દ્વારા પણ અહીં આવતા પ્રવાસીઓ માટે અનેક આકર્ષણો ઉભા કરવામાં આવ્યા છે જેમાં હવે વધુ એક આકર્ષણ ક્રુઝ સર્વિસ શરૂ કરવામાં આવશે. હાલમાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી પાસે ક્રુઝ દ્વારા લિબર્ટીની આજુબાજુ ફરી લિબર્ટી જાેઈ શકાય છે તેમ હવે કેવડીયા પાસે બનેલા સ્ટચ્યુ ઓફ યુનિટી પાસે પણ હવે ક્રુઝ ફરશે જેમાં પ્રવાસીઓ બોટીંગની મજા માણી શકશે. આ ક્રુઝમાં સામાન્ય સંજાેગોમાં એક સાથે ર૦૦ જેટલા પ્રવાસીઓ સવારી કરી શકશે. જાે કે, હાલમાં ચાલી રહેલી કોરોના મહામારીની સ્થિતિને જાેતાં માત્ર પ૦ મુસાફરોને જ એક રાઉન્ડમાં બેસાડવામાં આવશે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews