પાકિસ્તાનમાં ડોન દાઉદની લવર્સ એક્ટ્રેસ મેહવીશના અશ્વલીલ ડાન્સ સાથે એક બિસ્કિટની જાહેરાત સામે ઉહાપોહ : પ્રસારણ ઉપર રોક

પાકિસ્તાનમાં હવે એક બિસ્કિટની જાહેરાતથી બબાલ મચ્યો છે. જેમાં ડોન દાઉદની કથિત લવર્સ એકટ્રેસ મેહવીશ હયાત )ના ડાન્સ સામે સવાલો ઊભા થઇ રહ્યા છે. વીડિયોમાં મેહવીશના ડાન્સને કોટલાક લોકો અને મંત્રી પણ મુજરો ગણાવી રહ્યા છે. વિરોધ થતાં થોડા સમયમાં જ તમામ પ્લેટફોર્મ પર એડના પ્રસારણ પર પ્રતિબંધ મકી દેવાયો છે.
લોકો પાકિસ્તાનમાં ઇલેક્ટ્રોનિક મીડિયા રેગ્યુલેટરી ઓથોરિટી ની ભૂમિકા પર સવાલો કરી રહ્યા છે. દબાણ વધતા પેમરાએ પણ નિવેદન બહાર પાડી કહેવું પડ્યું કે એડવર્ટાઇઝિંગ એસોસિએશન એને એડવર્ટાઇઝિં સોસાયટીએ જાહરાતના કન્ટેન્ટ અંગે વિચારવું જાઇએ. એક જાહેરનામુ બહાર પાડી જાહેરાતના તમામ પ્લેટફોર્મ પર પ્રસારણ અટકાવી દીધું.
બિસ્કિટ માટે શૂટ કરાયેલી જાહેરાતમાં પાકિસ્તાની અભિનેત્રી મેહવીશ હયાત પાક.ની પારંપરકિ વેશભૂષામાં દેખાય છે. તેની આસપાસ ડાન્સ કરતા અન્ય જૂનિયરો રંગબેરંગી પરિધાનમાં દેખાય છે. વીડિયોમાં એક ગીતની ધૂન પર મેહવીશ સહિત તમામ કલાકારો નાચતા-ગાતા અને હસતા મસ્તીમાં ઝૂમી રહ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!