ખંભાળિયા : જુની પેઢીનાં સતાવારા અગ્રણી વિજય સિનેમા વાળા દામજીભાઈ નકુમનું અવસાન

ખંભાળિયાનાં જુની પેઢીનાં સતવારા આગેવાન તથા પૂર્વ જી.પં. સદસ્ય તથા ખંભાળિયા શહેર જ નહી દ્વારકા જીલ્લામાં સોૈપ્રથમ એ.સી. સિનેમા તથા અદ્યતન કોલ્ડ સ્ટોરેજ શરૂ કરનાર હર્ષદપુર દામજીભાઈ હીરાભાઈ નકુમનું આજે વહેલી સવારે હ્ય્દયરોગનાં હુમલામાં અવસાન થયું છે. ખંભાળિયાનાં હર્ષદપુરમાં પ્રાથમિક સરકારીથી ધો.૧૧ સુધી સરકારી ગ્રાન્ટેડ શાળા શરૂ કરીને આ વિસ્તારમાં કેળવણીનો પાયો નાખનાર દામજીભાઈ નકુમે જૂનાગઢ સતવારાની વાડી ખંભાળિયા માટે બનાવવામાં પણ અગ્રેસર રહ્યા હતા. તેઓ ખંભાળિયાની વિજય ચેરીટેબલ હાઈસ્કૂલનાં મેનેજીંગ ટ્રસ્ટી પણ હતા. જુની પેઢીનાં આ સતવારા આગેવાનનાં અવસાનથી સતવારા સમાજ તથા ખંભાળિયામાં શોકની લાગણી છવાઈ છે.

error: Content is protected !!