પોલીસના સંકલનથી કોરોના દર્દીના ખોવાયેલ દાગીના પરત કરાયા

0

જૂનાગઢ રેન્જના આઈજીપી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને ‘પોલીસ પ્રજાનો મિત્ર છે’ એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે.
જૂનાગઢ જિલ્લાના ખલીલપુર વિસ્તારમાં રહેતા નટવરભાઈ ભોજાભાઈ ખાંભલાના સંબંધી પમીબેન બાબુભાઇ ચાવડા (ઉ.વ. ૭૦) ને તા. ૧૦-૯-૨૦૨૦ ના રોજ જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ હતા જ્યાં ડાયાબીટીસ તથા કોરોનાની સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયેલ હતું. દરમ્યાન દર્દીએ પહેરેલ સોનાના ઠોળિયા તથા સોનાનો દાણો આશરે કિંમત
રૂા. ૫૦,૦૦૦ના મળી આવેલ નહોતા. જે બાબતની રજૂઆત એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવેલ હતી. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.જી.ચૌધરી, પીએસઆઇ વી.યુ.સોલંકી, એ.એસ.આઈ. રવિરાજસિંહ, પોલીસ કોન્સ. ચંદ્રેશભાઈ, હરદાસભાઇ, નરેન્દ્રભાઈ સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆતને આધારે ચેક કરવાનું શરૂ કરવામાં આવેલ હતું. જે દરમ્યાન જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, જૂનાગઢના કોરોના વોર્ડમાં નોકરી કરતા સ્ટાફ નર્સ ઉષાબેન નાગાનીને આઇસીયું વોર્ડના લોકરની સાફ સફાઈ કરતા, દર્દી પમીબેન ચાવડાએ પહેરેલ સોનાના ઠોળિયા તથા સોનાનો દાણો મળી આવેલ હતા. આ બાબતની જાણ તેઓએ જીએમઈઆરએસ જનરલ હોસ્પિટલ, જૂનાગઢના આરએમઓ ડો. ટી.જી.સોલંકીને કરતા, જૂનાગઢ પોલીસ સાથે સંકલન કરી, સોનાના ઠોળિયા તથા સોનાનો દાણો આશરે કિંમત રૂા. ૫૦,૦૦૦ દર્દીના સંબંધીને સુપ્રત કરવામાં આવેલ હતા. જૂનાગઢની સિવીલ હોસ્પીટલના કોરોના વોર્ડમાં નોકરી કરતા સ્ટાફ નર્સ ઉષાબેન નાગાનીની ઇમાનદારીના કારણે દર્દીના કિંમતી દાગીના પરત મળતા, હોસ્પિટલના અધિકારી તથા પોલીસ અધિકારીઓ દ્વારા સ્ટાફ નર્સ ઉષાબેન નાગાનીની પ્રમાણિકતાને બિરદાવવામાં આવેલ હતી અને દર્દીના સંબંધીઓ દ્વારા હોસ્પિટલના સ્ટાફ અને જૂનાગઢ પોલીસનો આભાર પણ વ્યક્ત કરવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!