શ્રી કૃષ્ણ ભગવાનની નિવાસભૂમિ બેટદ્વારકા ખાતે ભગવાન શ્રી દ્વારકાધીશ તથા રૂકમણી માતાજીની અસીમ કૃપાથી પાવનધામ સોનાની દ્વારકાનો આજે શુભારંભ થશે. આ અંગે પાવનધામનાં નિર્માણકર્તા અરૂણભાઈ દવેએ પાવનધામ સોનાની દ્વારકા વિષે માહિતી આપતા જણાવેલ છે કે બેટદ્વારકામાં દર્શનાર્થે આવતા યાત્રીકોને દ્વારકાધીશનાં મંદિર સિવાય કોઈ અન્ય જાેવાલાયક સ્થળ ન હોય જેથી વડીલોનાં આર્શિવાદથી પાવનધામ બનાવવાની પ્રેરણા મળેલ છે. જેમાં ચારધામનાં દર્શન, સપ્તઋષીનાં દર્શન, ભગવાનનાં દસા અવતારનાં દર્શન, નવગ્રહનાં દર્શન, સોનાની દ્વારકાનાં દર્શન, ગ્રાઉન્ડ ફલોરમાં શ્રી કૃષ્ણ ભગવાનનાં બાળલીલાનાં દર્શન, ઉપરનાં ભાગે ભગવાનની દ્વારકા લીલાનાં દર્શન થશે. આ મ્યુઝીયમ બનાવવા પાછળનો મુખ્ય હેતુ બહારથી પધારતા યાત્રીકોમાં હિન્દુ ધર્મની ભાવના જાગૃત થાય અને અને હિન્દુ ધર્મનો પ્રચાર-પ્રસાર થાય તે છે. આ મ્યુઝીયમમાં સફાઈ, દેખભાળ વગેરે કામગીરી માટે બેટદ્વારકાનાં સ્થાનિક હિન્દુ ભાઈ-બહેનોને રોજીરોટી મળે તે માટે માનદ વેતનથી રાખવામાં આવશે. મ્યુઝીયમનાં નિભાવ માટે યાત્રીકો પાસેથી ટોકનચાર્જ વસૂલવામાં આવશે અને વિકલાંગ, સુરદાસ, મીડીયાનાં પ્રતિનિધિઓ તથા લશ્કરનાં સૈનિકો માટે પ્રવેશ નિઃશુલ્ક રાખવામાં આવેલ છે.
આ પ્રસંગે બેટદ્વારકા મુકામે આવેલ ભગવાન શ્રી દ્વારકાધીશનાં મંદિરમાં ધ્વજાજીનું પૂજન સવારે ૯ઃ૦૦ કલાકે, ધ્વજારોહણ સવારે ૧૦ઃ૦૦ કલાકે. પાવનધામ સોનાની દ્વારકા સવારે ૧૧ઃ૩૦ કલાકે ઓખામંડળનાં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેકનાં વરદહસ્તે યાત્રીકોનાં દર્શન માટે ખૂલ્લું મુકવામાં આવ્યું છે.
#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews