આજે વિશ્વ પોસ્ટ દિવસ : સંદેશાની આપ-લે માટેનું મહત્વનું ક્ષેત્ર પોસ્ટ વિભાગની ગઈકાલ અને આજ

આજે વિશ્વ પોસ્ટ દિવસની સર્વત્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. જાેકે કોરોના કાળમાં પોસ્ટ વિભાગની ગઈકાલ આજ અને આવતીકાલ અંગેની રૂપરેખા અને ભાવી આયોજનની તુલનાત્મક સમીક્ષાઓ થઈ રહી છે. પોસ્ટ વિભાગ દ્વારા પણ આજનાં દિવસને વિશિષ્ટ તરીકે ઉજવવામાં આવી રહયો છે. સંદેશા વ્યવહાર માટેનું અત્યંત અગત્યનું ક્ષેત્ર ગણાતા પોસ્ટ વિભાગ આજે ડિઝીટલ યુગમાં પ્રવેશ કરી ચુકયો છે અને અનેક નવી-નવી સુવિધાઓથી સજજ બની ગયું છે. અને વધુને વધુ લોકોને ઝડપી અને સારી સુવિધા પ્રાપ્ત તે માટેનાં ભારતીય ટપાલ વિભાગ દ્વારા નવી સેવા શરૂ કરવામાં આવી રહી છે. પોસ્ટ વિભાગની આ સેવાનો આ લાભ લેવા પોસ્ટ વિભાગનાં હેડ પોસ્ટમાસ્તર પ્રદિપભાઈ કટારીયાએ અનુરોધ કરેલ છે. જયારથી માનવનો અસ્તિત્વ આ પૃથ્વી ઉપર રહેલ છે. ત્યારથી લોકોને એક બીજાનાં ખબર અંતર મળી શકે તેમજ પરસ્પરનાં સમાચારો ઉપલબ્ધ બને તેવી વ્યવસ્થા આપ મેળે ગોઠવી નાંખતા હોય છે. ભૂતકાળના સમય ઉપર દ્રષ્ટીપાત કરીએ તો ૧૮મી સદીમાં એક રાજયમાંથી બીજા રાજયમાં સંદેશા મોકલવા માટે ખાસ ખેપીયાની વ્યવસ્થા કરવામાં આવતી હતી. સારા પ્રસંગો, માઠા પ્રસંગો કે યુધ્ધના પ્રસંગોએ પણ સાંઢીયા સવારોને લાંબા અંતર સુધી દોડાવવામાં આવતા હતાં. આ રીતે સંદેશા મોકલવામાં આવતા હતાં. ધરમવીર પીકચર અને મેને પ્યાર કીયા પીકચરમાં જાેશો તો ગીધ પક્ષી અને કબુતર દ્વારા પણ જે રીતે મેસેજ મોકલવામાં આવતા હતાં તેવી રીતે પાળેલા પક્ષીઓ જે તે જગ્યાએ સંદેશા પહોંચાડવાનું કામ કરતાં હતાં. એ ઉપરાંત જાેઈએ તો ભગવાન શ્રીરામનાં કાળમાં સીતામાતાનું અપહરણ કરી અને જયારે રાવણ લઈ જતો હોય છે. ત્યારે ભગવાન રામને જટાયુ નામના પક્ષીએ આ ઘટનાની જાણ કરી હતી આમ સંદેશા વ્યવહાર એક યા બીજી રીતે લોકોને માટે અત્યંત અગત્યનું પાસું છે. અને આપમેળે વ્યવસ્થા ગોઠવાઈ જતી હોય છે. આઝાદી બાદ પોસ્ટ વિભાગે અનેક પ્રગતિ કરી છે અને સંદેશા વ્યવહાર માટે દેશભરમાં ખુબજ સારૂ નેટવર્ક વિકસાવવામાં આવ્યું હતું. ૧પ પૈસાનું પોસ્ટકાર્ડ અને આંતરદેશીય કવરનો ખુબજ ઉપયોગ થતો હતો. ૧પ પૈસાના પોસ્ટકાર્ડમાં આજનાં સમયમાં જેમ શોર્ટ નોટીસ કહેવાય છે તેમ દુઃખદ સમાચારો, પૈસાની ઉઘરાણીના સમાચારો વગેરે મોકલવામાં આવતા હતાં. અને આંતરદેશીય કવરમાં પારીવારીક ખબરને સ્થાન હતું જયારે બંધ કવરમાં યુવા- યુવતીઓ પરસ્પરને સંદેશાઓ મોકલી શકતા હતાં. લોકો દ્વારા ચોકકસ સ્થળે એટલે કે સંદેશાના મુખ્ય મથકે મોકલવામાં આવતાં ટપાલ કવર અને પરબડીયાની એક જગ્યાએ એકઠા કરી અને પછી તેની વિતરણ વ્યવસ્થા ગોઠવવામાં આવી અને પોસ્ટ વિભાગનું તંત્ર અમલમાં આવ્યું પોસ્ટ વિભાગે લોકોને સુગમતા રહે તે માટે જે તે વિસ્તારોમાં ટપાલપેટી જેને આપણે લાલ કલરના ડબ્બા તરીકે ઓળખીયે છીએ તેવી ટપાલ પેટીઓ ગોઠવવામાં આવતી અને જે કાંઈ ટપાલ કે પત્રોનું કલેશન થતું તે નિર્ધારીત સમયે પોસ્ટ કર્મચારી ડબ્બામાંથી આવી લઈ જાય. આમ જે તે શહેર કે ગામનાં પોસ્ટનાં સંદેશાઓનું સ્કુટી થાય અને ત્યાર પછી વિતરણ થાય. આ વિતરણ વ્યવસ્થા માટે અનેક કર્મચારીઓ ખંભે થેલા નાંખી પગપાળા જતા અને સાયકલ અને નાના વાહન ઉપર પણ ઘરે-ઘરે ટપાલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવતી હતી. આ સેવાને ખુબજ આગળ ધપાવવામાં આવતી હતી. આજે જયારે આધુનિક યુગ એટલે કે ડીજીટલ યુગમાં સમગ્ર વિશ્વમાં પ્રવેશ કરી ગયું છે. ત્યારે સ્માટફોન, મેલ-ઈમેલ, ફેકસ , ટેલેક્ષ, વોટસએપ જેવી સુવિધાઓ વિકસાવવામાં આવી છે. ઘડીના પળમાં લોકોને સમાચાર મળી રહી છે. તેવા યુગમાં પણ પોસ્ટ વિભાગની તંત્ર વધુ સુદ્રઢ બની ગયું છે. પોસ્ટ વિભાગનાં હેડમાસ્ટર પ્રદિપભાઈ કટારીયાએ જણાવ્યું હતું કે, આજે લોકોને આધુનિક યુગ માફક ઝડપી અને સારી સુવિધા મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહયા છે. વધુને વધુ સુવિધા વિકસાવવામાં આવી છે. પેન્શન ધારકો માટેની સુવિધા, ગ્રાહકો માટેની સેવીંગ ખાતાઓ, સરકારની વિવિધ યોજનાઓ જેવી કે સુકન્યા યોજના, પોસ્ટલ વિમો, નાની બચતના ખાતાઓ, કિસાન વિકાસપત્ર, સહિતની જુદી-જુદી યોજનાઓમાં રોકાણ અંગેની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત પોસ્ટ વિભાગ દ્વારા ઈન્ડીયા પોસ્ટ બેંક પણ શરૂ કરવામાં આવી છે.
આ રીતે દિવસે- દિવસે ભારતીય ટપાલ વિભાગ દ્વારા વધુને વધુ સેવાની સ્ત્રોત અને ઝડપીલેવા વિકસાવવામાં આવી રહી છે. અને લોકો તેનો લાભ લઈ રહયા છે. જૂનાગઢ શહેરમાં ૬ થી ૭ જેટલી પોસ્ટ ઓફિસો આવેલી છે. અને પોસ્ટ વિભાગનાં અંદાજીત ૩૦૦ થી વધુ કર્મચારીઓ લોકોને અને ગ્રાહકોને પોસ્ટની સેવા સારી મળી રહે તે માટેનાં પ્રયાસો કરી રહયા હોવાનો પ્રદીપભાઈ કટારીયાએ જણાવ્યું હતું. ઉપરાંત પોસ્ટ તંત્ર દ્વારા એટીએમની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.
એક સમયે પોસ્ટમેનની ચાતક નજરે રાહ જાેવાતી હતી…
રાજેશ ખન્નાની મુખ્ય ભુમિકાવાળા છૈલાબાબુ પીકચરમાં એક ગીત આવે છે કે, ડાકીયા ડાક લાયા… ખુશી કા પૈગામ લાયા… આ ગીતને અનુરૂપ ભુતકાળમાં જયારે કોઈપણ જાતનાં મોબાઈલ, ટેલીફોન કે અન્ય કોઈ સુવિધા ન હતી. સંદેશા વ્યવહારની ત્યારે પોસ્ટ વિભાગનું ટપાલ તંત્ર અને તેના કર્મચારીઓનો આમજનતામાં પણ ભારે દબદબો રહયો છે. કોઈપણ ગલી મહોલ્લા કે ગામમાં પોસ્ટમેન પ્રવેશ કરે એટલે લોકોમાં ખુશીની વાદળી છવાઈ જાય અને તેની રાહ જાેઈને ઉભેલા લોકો તેમની પાસેથી જાણવા માંગે કે અમારી કોઈ ટપાલ છે કે કેમ આવા સોનેરી દિવસો પણ હતાં. અને કોઈ પોસ્ટમેન જે તે લોકોના સારા સમાચાર આપે ત્યારે જે તે સંબંધીત વ્યકિત ખુશીના સમાચાર મેળવી અને આનંદ વિભોર બની જતી હોય છે. અને જે તે પોસ્ટમેનને સરપાવ ભેટ પણ આપતી હોય છે. આવા દિવસો પણ રહયા છે.
કઈ – કઈ સેવાઓ ઉપલબ્ધ
* સ્પીડ પોસ્ટ,
* સેવીંગ એકાઉન્ટ
* સરકારની વિવિધ બચત યોજના
* પેન્શન યોજના
* પાસપોર્ટ સેવા
* ફિકસ ડિપોઝીટ
* રીકરીંગ ડિપોઝીટ
* ઈન્ડીયા પોસ્ટ પેમેન્ટ બેંક તથા ATM
* પાર્સલ સુવિધા
* ડિઝીટલ સેવાઓ
* પોસ્ટલ વિમો

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!